Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાલે શહિદ વિરદાદા જશરાજજીનો શહિદ દિન ઉજવાશે

કોરોના મહામારીના કારણે લોહાણા પરિવારના આરાધ્ય દેવનો શૌર્યદિન સાદગીપૂર્ણ ઉજવવા નિર્ણય

રાજકોટ તા. ર૧ : કાલે તા.રર ને શુક્રવારે લોહાણા સમાજના આરાધ્ય દેવ શહિદ વિરદાદા જશરાજજીનો શહિદદિન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવાશે.

આ વખતે કોરોના મહામારીના કારણે લોહાણા પરિવારના આરાધ્ય દેવનો ર્શાર્યદિન સાદગીપૂર્ણ ઉજવવા નિર્ણય કરાયો છે.

ઓખા

(ભરત બારાઇ દ્વારા) ઓખાઃ સમસ્ત લોહાણા પરિવારના આરાધ્યદેવ શહિદ વીરદાદા જશરાજના નિર્વાણ દિન નિમીતે ઓખા રઘુવંશી બાળકો અને યુવાનો માટે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન ઓખા લોહાણા મહાજન તરફથી રાખેલ છે. તો સર્વે રઘુવંશી બાળકોને ભાગ લેવા વિનંતી. દેવ શહિદ વીરદાદા જશરાજના નિર્વાણ દિન વિષય પર બોલવાનું રહેશે. (૧) ધોરણ ૪ થી ધો.૮-બે થી ત્રણ મીનીટની સ્પીચ (ર) ધોરણ ૯ થી ધો.૧ર ત્રણથી પાંચ મીનીટની સ્પીચ તા.૧૯/૧/ર૦ર૧ સુધીમાં પોતાની સ્પીચ બનાવી વટસોપ નંબર ૯૬૦૧૮ ૩૯૦૩૭ ચાંદની કોટેચાને મોકલાવાના રહેશે. તથા સ્પીચ આપતો ફોટો સાથે પુરૂ નામ અને મોબાઇલ નંબર ખાસ મોકલવાના રહેશે. ૭૪૩૬૦ ૮૦૬૬૧ હરેશ ગોકાણી, રઘુવંશી બાળકો જ આમાં ભાગ લઇ શકશે. સ્પીચ આપો તે પહેલા પુરૂ નામ અને ધોરણ ખાસ બોલવું પ્રથમ, બીજા અને ત્રીજા નંબરને ઇનામો આપવામાં આવશે. આ હરીફાઇમાં જજનો નીર્ણય ફાઇનલ રહેશે.

માળીયાહાટીના

(મહેશ કાનાબાર દ્વારા) માળિયા હાટીનાઃ માળિયાહાટીનામાં શુક્રવારે લોહાણા મહાજન દ્વારા વીરદાદા જસરાજ દાદાનો શહીદ દિવસ ઉજવાશે. માળિયાહાટીના દર વર્ષની જેમ આ વરસે પણ લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજના વીરદાદા જસરાજ દાદાનો શહીદ દિવસ આગામી તા.રરના ઉજવાશે. સાંજે ચાર વાગે લોહાણા મહાજન વાડી ખાતે શાસ્ત્રી મેહુલભાઇ પેરાનીના આચાર્ય પદે મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, પુજા, અર્ચનનો કાર્યક્રમ રાખેલો છે. જેમાં લોહાણા જ્ઞાતિના તમામ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

વેરાવળ

(દિપક કકકડ દ્વારા) વેરાવળઃ લોહાણાસમાજના ગૌરવસમાં વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્યુઆરી શુક્રવારના રોજ હોય જેને સ્મૃતિચિન્હ તરીકે ઉજવવા જલ્યાણગ્રુપ દ્વારા જ્ઞાતિ સમુહભોજન (પાર્સલ સુવિધા) સહીત પુજા વિધિનું આયોજન કરવામાં આવેલ છે.

લોહાણા બોર્ડિંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજીનગરનું નિર્માણ થશે રઘુવંશી પરિવાર આ નાત જમણમાં ઘરે ઘરે પ્રસાદી પહોંચાડવામાં આવશે તે માટે તમામ રઘુવંશી પરીવાર લોહાણા સમાજને દરેક ઘરમાંથી એક વ્યકિત લોહાણા બોર્ડિંગે સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં આવી પાર્સલ પ્રસાદી આપવામાં આવશે.

સરકારના નિતી નિયમો મુજબ કોઇપણ ભીડભાડ ન થાય માસ્ક પહેરવું  અંતર જાળવવું તે રીતેજ પાર્સલ લેવા સેવાનો લાભ લેવા જલ્યાણ ગ્રુપ દ્વારા અપીલ કરાયેલ છે. જલ્યાણ ગ્રુપ દ્વારા ભવ્ય રીતે પૂણ્યતિથીનો કાર્યક્રમ યોજાય છે. જેમાં વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ તેમજ તાલુકાના આજુબાજુના લોહાણા જ્ઞાતિ પરીવારો જ્ઞાતિ ગંગાના દર્શન માટે ઉમટી પડે છે. પણ આ વખતે કોરોના મહામારીમાં ઘરે પાર્સલ પેકીંગ સુવિધા રાખેલ છે જેનો બહોળો પ્રતિસાદ મળે તે માટે જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવેલ છે.

(1:27 pm IST)
  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST

  • મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો: અનેક શંકા કુશંકા : ઉત્તર પ્રદેશના લખનૌ પંથકના બીકેટી વિસ્તારમાં એક મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ. access_time 12:51 pm IST