Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ચોટીલામાં બગલાના મોત : કૂતરાએ મૃતદેહ ખાતા તેના પણ મોત થયા

માત્ર ૨૦ મિનિટમાં ૫ બગલા મોતને ભેટયા : બર્ડફલુની આશંકા : સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા ગાંધી બાગમાં વસવાટ કરતા પાંચ અલગ અલગ જાતના પક્ષીઓના મોત નિપજતા સમગ્ર ચોટીલા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાં બર્ડ ફલૂની દહેશત છે ત્યારે લખતર વઢવાણ પંથકમાં બાદ ચોટીલામાં પણ બર્ડફલુના કારણે જેટલા પક્ષીઓના ગાંધી બાગમાં મોત નિપજવા પામ્યા છે ત્યારે માત્ર ૨૦ મિનિટના સમયગાળામાં ગાંધી બાગમાં ઝાડ ઉપર બેસેલા પાંચ બગલાઓ ટપોટપ નીચે પડવા પામ્યા હતા અને તેમના ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યા હતા દેવાનો એક બગલો જીવિત મળી આવતાં હાલમાં વન વિભાગ દ્વારા આ બગલાની સારવાર માટે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડ ફલૂની દહેશત સર્જાઇ રહી હોય તેવું સ્પષ્ટ હાલમાં વર્તાઈ રહ્યું છે લખતર વઢવાણ પંથક બાદ ચોટીલા પંથકમાં પણ બર્ડફલુના કારણે પાંચ જેટલા પક્ષીઓના મોત નિપજવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડ ફલુ દહેશત સર્જાઇ રહી હોવાનું હાલમાં પશુ પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લખતર વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગાંધી બાગમાં પણ બર્ડફલુના કારણે પક્ષીઓના મોત નિપજયા હોવાનું ગાંધી બાગ ના કર્મચારીઓ દ્વારા આશંકાથી વ્યકત કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં બર્ડ ફલુ દહેશત કારણે અને પક્ષીઓ મોતને ભેટયા છે તેને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ કાલે પાંચ જેટલા પક્ષીઓના મોત નિપજવા પામ્યા છે.

ચોટીલા વન વિભાગની ટીમ દ્વારા મૃત્યુ પક્ષીઓના મૃતદેહ કબજે કરી અને તાત્કાલિક ધોરણે રાજકોટ લેબમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જયારે સાચું આ પક્ષીઓના મોતનું કારણ આ મૃતક પક્ષીઓનું પ્રકરણ બાદ જે રિપોર્ટ આવશે તેના ઉપરથી ખબર પડશે તેવું હાલમાં વન વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આ બગલાના મોત બર્ડ ફલૂના કારણે થયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

(11:56 am IST)
  • કંગનાના ટ્વીટ્થી નારાજગી : સુશાંત સિંહ રાજપૂત નો આજે જન્મદિવસ છે. તે દિવસે કંગના રણોતે કરેલા ટ્વિટથી સુશાંતના પ્રશંસકો નારાજ થયા છે. access_time 12:48 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • સત્તાના સૂત્રો સંભાળતાવેંત જો બાયડનનો સપાટો: ટ્રમ્પના ૧૫ નિર્ણયો ફેરવી નાખ્યા:માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત :who માં અમેરિકા ફરી જોડાઈ ગયું: પાકિસ્તાન સામે સખત વલણ ચાલુ રહેશે: મેક્સિકો વોલ માટે ઇમર્જન્સી ખતમ કરવામાં આવી અને અમેરિકામાં માસ્ક અને સોશ્યલ distance ફરજિયાત બનાવાયા. access_time 11:33 am IST