Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ટંકારાના લજાઈ ગામે વિકાસ કામો નહિ થતા હોવાની રાવ સાથે ગ્રામ પંચાયતને તાળાબંધી

ગ્રામ સભામાં વિકાસ કર્યો નહીં થતા હોવાની ચર્ચા કરવાની હતી પણ સરપંચ હાજર નહીં રહેતા તાળાબંધી

ટંકારા તાલુકાના લજાઈ ગામે વિકાસના કામો થતા ના હોય જે મામલે ગ્રામજનોએ પંચાયતના સભ્યોને સાથે રાખીને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી

   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામની ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરાઈ હતી અને ગ્રામજનો દ્વારા ટીડીઓ ટંકારાને આવેદન પાઠવી જણાવ્યું છે કે લજાઈ ગામે વિકાસના કાર્યો ના થતા હોય જેથી ઉપસરપંચ અને સભ્યોની હાજરીમાં ગ્રામ સભા બોલાવી હતી આ બાબતે સરપંચને તેમજ તેના પરિવારના સભ્યોને જાણ કરી હોવા છતાં હાજર રહ્યા ના હતા આ સભામાં વિકાસકાર્યો થતા ના હોય તે માટે ચર્ચા કરવાની હતી પરંતુ સરપંચ હાજર ના હોય જેથી હાજર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો અને તાળાબંધી કરેલ છે લજાઈ ગ્રામ પંચાયતમાં પાણીની પાઈપલાઈન, સીસીરોડ, ભૂગર્ભ ગટર, સહાય તથા જરૂરી દાખલા જેવા કાર્યો થતા ના હોય જેથી તાળાબંધી કરાઈ હોવાનું જણાવ્યું છે

(12:33 am IST)