Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અમરેલી પંથકની યુવતિને-નોકરી આપવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ

અમરેલી તા.૨૧: અમરેલી પંથકની એક યુવતિને નોકરી આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના ચક્કગઢ રોડ ઉપર રહેતા હાર્દિક અનિલભાઇ ત્રિવેદી તથા અન્ય યુવતિએ ફરીયાદી યુવતીને પોતે સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી નોકરી અપાવાની લાલચ આપી હતી.

યુવતિનો ગેરલાભ ઉઠાવી અવાર નવાર અમરેલી, અમદાવાદ, દિવઆબુ,અંબાજી વિગેરે જુદા જુદા સ્થળોએ તા.૨૫-૯-૧૯થી તા.૨૦-૧-૨૦ ના સમય ગાળામા ંવારંવાર બળાત્કાર ગુજારી કોઇને નહી કહેવા અને કેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેશ તપાસ પીઆઇ, વીઆર ખોરએ તપાસ હાથ ધરેલ છે.

(12:50 pm IST)