Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મોરબીના આધેડને જમીન મામલે પાંચ શખ્સોએ છરી બતાવી ધમકી આપી

મોરબી તા. ૨૧: મોરબીના જુના ઘુટું રોડ પર આવેલ  જમીન મામલે આધેડને પાંચ જેટલા શખ્સોએ છરી બતાવી ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી  ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર રહેતા મણીલાલ હીરજીભાઈ વરમોરાના નાનાભાઈ કિશોરભાઈની જુના ધુટુરોડ પર આવેલ સોનેટ સિરામિકની બાજુમાં આવેલ જમીન પાસે બેઠા હતા ત્યારે આ કામના આરોપી રાજેશભાઈ ડાંગર, જીતેન્દ્રભાઈ આહીર, શરદભાઈ પટેલ અને ભાવેશભાઈ વાંકના એ સ્કોર્પિયો કાર જીજે ૦૩ સી.એ. ૪૮૭૯ વાળીમાં આવી ફરિયાદી મણીલાલભાઈ તથા સાહેદોને કહેલ કે આ જમીન હરિસિંહ વાઘેલાના માલિકીની છે અને હરીસીહે અમને તેમની જમીનમાં ચોકીદાર તરીકે રાખેલ છે.તમે આ જમીન ખાલી કરી જતા રહેજો તેમ કહી ગાળો આપી આરોપી રાજેશભાઈ ડાંગરએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી  ડીવીઝન પોલીસમાં  થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)