Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મોરબીના યુવાન સાથે લગ્ન કર્યા બાદ નાગપુરની યુવતી રોકડ દાગીના લઇ છૂ...

યુવતી અનીતા ચૌહાણ સહિત ત્રણ સામે છેતરપીંડીનો ગુન્હો નોંધાયો

મોરબી તા. ૨૧: મોરબીના યુવાન  સાથે નાગપુરની યુવતીએ લગ્ન કરી અલગ અલગ સમયે પત્નીપ્રસાળા અને સાળી એ વિશ્વાસમાં લઈને કટકે કટકે પૈસા લઇ સોના ચાંદીના  દાગીના લઇ જઈ યુવાન સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી વિગત મુજબ મોરબીના કંસારા શેરીમાં રહેતા દીપેનભાઈ અનંતરાય કરથીયાને આરોપી અનિતાબેન બાબુનાથ ચૌહાણ, સુનીતાબેન ઓમપ્રકાશ અને ઓમપ્રકાશએ અલગ અલગ સમયે કટકે કટકે રૂપિયા ૨,૬૪,૦૦૦ મેળવી લઇ આરોપી અનિતાબેનના ફરિયાદી દીપેન સાથે લગ્ન કરાવી આરોપી અનિતાબેન ફરિયાદી દીપેન સાથે છ માસ જેટલો સમય રોકાઈ બાદ ફરિયાદીએ આપેલ સોના ચાંદીના દાગીના કીમત રૂ.૬૨,૮૦૦ લઇ જતા રહી ફરિયાદી દીપેનભાઈ સાથે છેતરપીંડી કરી પરત પોતાના વતન નાગપુર ખાતે જતા રહેલ બાદ માં ફરિયાદી દીપેનભાઈ આરોપી અનિતાબેન પોતાના પત્નીને તેડવા ગયેલ ત્યારે આરોપી સુનીતાબેન અને ઓમપ્રકાશએ આરોપી અનિતાબેનના પૈસા તથા દાગીના લેવા માટે લગ્ન કરેલ હતા તેવું જણાવી ફરિયાદી દીપેનભાઈને તગડી મૂકી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા ૩,૨૬,૮૦૦ મેળવી લીધા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે 

(12:48 pm IST)