Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જયા વિન્ડ પાવર ઉત્પન્ન થાય છે ત્યાં હાઇબ્રીડ પોલીસીની ઝડપથી કાર્યવાહી કરવા બાવકુભાઇ ઉંધાડની માંગણી

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા પુર્વ મંત્રી

વડિયા તા.૨૧ : પેટ્રોકેમીકલ્સ (સ્વતંત્ર હબલો) બંદર (પોર્ટ) રમતગમત યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના રાજયના પુર્વમંત્રી બાવકુભાઇ ઉંધાડે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને સોલાર પ્રોજેકટ મુદ્દે માંગણી કરી છે.

બાવકુભાઇ ઉંધાડે વધુમાં જણાવેલ છે કે, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, જિલ્લામાં સિહની વસ્તી વધવાને લીધે ગીરજંગલ બહાર સિંહની ટેરીટરીના પ્રશ્નના લીધે રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ આવી ગયા છે. અમરેલી જીલ્લાના અગિયાર તાલુકામાં બાબરા અને વડીયા તાલુકામાં પણ સિંહોનો પ્રવેશ થયો છે.

અગાઉ રજૂઆત કરાઇ હતી કે આખી દુનિયામાં પવન અને સૌર્યની હાઇબ્રીડ પોલીસી એક માત્ર ફ્રાન્સમાં હતી તે પોલીસી ગુજરાતમાં અપનાવવાની રજૂઆત કરેલ જે રજૂઆત સ્વીકારતા ગુજરાતમાં હાઇબ્રીડ પોલીસીનુ અસ્તિત્વ આવી ગયુ છે પરંતુ આ પોલીસીની કાર્યવાહી અને અમલવારી હજુ સુધી થઇ નથી.ઝડપથી અને સ્પેશ્યલ કેસ તરીકે રાજયમાં સોલાર ઉર્જાનુ ઉત્પાદન વધારવામાં આવે હાઇબ્રીડ પોલીસી દ્વારા પણ વિન્ડ અને સોલારની ઝડપથી કાર્યવાહી થાય સરકાર દ્વારા અને પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર ઉર્જાનું ખૂબ મોટુ ઉત્પાદન કરવામાં આવે તો અત્યારે સિંહ અને દિપડાની વસતી વધતા ખેડૂતોના પાક માટે દિવસે વિજળી આપવાની માંગણી સર્વત્ર ઉભી થઇ છે.તો સમગ્ર રાજયમાં ખેડૂતોને જે પાવર અપાઇ છે તેટલા મેગાવોટના સોલાર પ્રોજેકટો ઉભા થાય જયા વિન્ડ પાવન ઉત્પન થાય છે ત્યા હાઇબ્રીડ પોલીસીની પણ ઝડપથી કાર્યવાહી થાય તો આ પ્રશ્નનો કાયમી ઉકેલ થઇ શકે અને પરિસ્થિતિ એવી ઉભી થાય કે ઉર્જા વિભાગે દિવસે જ લાઇટ આપવી પડે એ પર્યાવરણ અને હુંડીયામણ પણ બચે અને ખેડુતોને પણ દિવસે લાઇટ મળે તો વિન્ડ સોલાર અને હાઇબ્રીડ પોલીસીમાં ઝડપ થી કામ થાય તે જરૂરી છે તેમ અંતમાં બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું છે.

(11:38 am IST)