Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જસદણમાં પર્યાવરણ જાગૃતિ અર્થે ૬૦ કી. મી. સાયકલયાત્રા યોજાઈઃ મામલતદારે ૧૬ કીમી સાયકલ ચલાવી

જસદણઃજસદણ મામલતદાર કચેરી અને જસદણ સાયકલ કલબ દ્વારા પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીના ભાગરૂપે 'પ્રકૃતિ થી પરમાત્મા સુધી' ની સાયકલ યાત્રાઙ્ગ જસદણ થી હિંગોળગઢ થઇ ઘેલા સોમનાથથી પરત જસદણ સાઈઠ કિમી.ની સાયકલ યાત્રાનું જસદણ મામલતદારઙ્ગ આઈ.જી.ઝાલાએ જસદણના સરદાર ચોકથી લીલી ઝંડી બતાવીને સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.આઙ્ગ સાયકલ યાત્રામાં જસદણ સાયકલ કલબના સભ્યોનો ઉત્સાહ વધારવા જસદણ મામલતદારઙ્ગ આઈ.જી.ઝાલાઙ્ગ અને મહાવિરભાઈ મકવાણાએ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરથીઙ્ગ જસદણ સુધી અઢારઙ્ગ કિમીઙ્ગ સાયકલ ચલાવીને સાયકલ સવારી કરી સાયકલ કલબના યુવાનોના જુસ્સામાં વધારો કર્યો હતો. સાયકલ કલબના સભ્યોએ યાત્રા કરી ઘેલા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીકે, આપણે સૌ સાથે મળીને પર્યાવરણ ની જાળવણી કરીએ અનેઙ્ગ પ્રકૃતિનું જતન કરીએ, ઈંધણ બચાવીએ, હેલ્મેટ અપનાવીએ, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરીએ, અને અઢારેય વર્ણમા સંપ અને સંયમ જળવાઈ રહે એવી દ્યેલા સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. સાયકલ યાત્રામાં યોગેશભાઈ સખીયા, રાજુભાઈ વેકરીયા (માર્શલ) , મનીષભાઈ મેવાસીયા,ઙ્ગ રોહિતભાઈ હિરપરા, ડો.મયુરભાઈ ભુવા, અભિષેકભાઈ કારસરીયા, હિતેષભાઈ સખીયા, દિનેશભાઈ વેકરીયા, રાજેશભાઈ કટેશીયા, અજયભાઈ માલવિયા, વિજયભાઈ માલવિયા, રમેશભાઈ મેણીયા, જગદિશભાઈ વેકરીયા, હિરેનભાઈ હિરપરા, અલ્પેશભાઈ માલસણા વગેરે જોડાયા હતા.(તસ્વીર-અહેવાલઃ ધર્મેશ કલ્યાણી.જસદણ)

(11:26 am IST)