Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ઉપલેટામાં ડો.વિક્રમ સારાભાઇ શતાબ્દી વર્ષ નિમિતે ભવ્ય અવકાશ પ્રદર્શન

ઉપલેટા : શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પ્રતિષ્ઠિત રમણીકભાઇ ધામી શૈક્ષણિક સંકુલમાં ડો.વિક્રમભાઇ સારાભાઇ શતાબ્દી વર્ષ નિમિતે ઇસરો અમદાવાદ દ્વારા ભારતની અવકાશી સિધ્ધિઓનું ભવ્ય પ્રદર્શન યોજાયેલ. આ પ્રદર્શનમાં રોકેટ, મિસાઇલ, ઉપગ્રહો વગેરેના મોડલનું નિદર્શન કરેલ. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાનને લગતા વિષયો ઉપર વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને કવીઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયેલ જેમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિક ટીમ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહીત કરેલ હતા. આ તકે ટ્રસ્ટના  પ્રમુખ કમલનયનભાઇ સોજીત્રા, મે. ટ્રસ્ટી વલ્લભભાઇ સોજીત્રા, છગનભાઇ સોજીત્રા, હરીભાઇ ઠુંમર (ભોલે), ડાયાભાઇ ગજેરા, કમલભાઇ ધામી, રવજીભાઇ સખીયા, બટુકભાઇ ડોબરીયા, પી.જી.કુંભાણી, મનસુખભાઇ નારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટાના આંગણે પ્રદર્શન યોજવા બદલ શાળા સંચાલક મંડળ દ્વારા ઇસરોનું સન્માન કરવામાં આવેલ હતુ. આ તકે શહેરના મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ ભાઇ બહેનો આ પ્રદર્શન નિહાળેલ હતુ. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:24 am IST)