Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સુત્રાપાડા બ્રહ્મસમાજ કારોબારી ટીમની રચના

સુત્રાપાડા : સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોશી, સમસ્ત બ્રહ્મસમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મિલનભાઇ જોશી તેમજ ઉપપ્રમુખ ધીરૂભાઇ આચાર્ય તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડાના પ્રમુખ વિનુભાઇ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ ચેતનભાઇ આચાર્ય દ્વારા તેમની કારોબારી ટીમની રચના કરેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડા તાલુકાના ઉપપ્રમુખ તરીકે ડો.પરેશભાઇ પંડયા, દિપકભાઇ જોશી, મહામંત્રી તરીકે કૌશિકભાઇ પંડયા, સહમંત્રી તરીકે હિતેશભાઇ જોશી, સંગઠન મંત્રી તરીકે પ્રીતેશભાઇ પુરોહિત, ખજાનચી તરીકે નિકુંજભાઇ જોશી તેમજ કારોબારી સભ્ય તરીકે વશિષ્ઠભાઇ, યાજ્ઞિકભાઇ અને અજીતભાઇની વરણી કરેલ છે. કારોબારી ટીમની રચના કરેલ તે તસ્વીર.

(11:24 am IST)