Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબીના આલાપ રોડ પર દબાણ મામલે તંત્રની કાર્યવાહી થતા આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત

આંદોલનની ચીમકી બાદ તંત્ર દ્વારા કાર્યવાહી: હાલ આંદોલન મોકૂફ

મોરબીના આલાપ રોડ પર વોકળા અને નાલા પરના દબાણો મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી જેના પગલે તંત્ર દ્વારા દબાણકારોને નોટીસ આપવામાં આવી છે

મોરબીના આલાપ રોડ પરના વોકળાના દબાણોને પગલે ગત ચોમાસામાં માનવસર્જિત જળ હોનારત સર્જાઈ હતી અને દબાણો હટાવવા મામલે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના કરાતા આમ આદમી પાર્ટી મેદાને આવી હતી અને આપ શહેર પ્રમુખ પરેશભાઈ પારિઆના માર્ગદર્શન હેઠળ આવેદન પાઠવ્યા બાદ અલ્ટીમેટમ આપ્યું હતું અને તા. ૨૦ થી ઉપવાસ આંદોલન ની ચીમકી આપી હતી

જોકે આખરે તંત્રે દબાણો મામલે ગંભીરતા દાખવી છે અને દબાણકારોને નોટીસ ફટકારી છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે તો તંત્રની કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટીએ પણ હાલ એક સપ્તાહ આંદોલન મોકૂફ રાખવાનું એલાન કર્યું છે આપ પ્રમુખ પરેશ પારીઆએ જણાવ્યું છે કે હાલ આઠ જેટલા દબાણકારોને નોટીસ ફટકારી છે અને તંત્રએ કાર્યવાહી શરુ કરી છે જેથી આંદોલન મોકૂફ રહેશે

(1:30 am IST)