Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પ્રમાણિકતાનું ઉદાહરણ: વાંકાનેર એસટી ડેપોની બસમાં ખોવાયેલ સોનાની વીંટી મુસાફરને પરત કરી

ડેપોના સ્ટાફની અને કંડકટરની પ્રમાણિકતાને મુસાફરે બિરદાવી

વાંકાનેરના રહેવાસી મુસાફર એસટી બસમાં મુસાફરી કરતા હોય દરમિયાન તેની સોનાની વીંટી પડી ગઈ હોય જે અંગે વાંકાનેર એસટી ડેપોને જાણ કરતા કંડકટરને વીંટી મળી આવી હોય જે પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

વાંકાનેરના જીનપરાના રહેવાસી કુલદીપસિંહ રાયઝાદા નામના મુસાફર રાજકોટથી માટેલ રૂટની બસમાં મુસાફરી કરતા હોય દરમિયાન તેની સોનાની વીંટી કીમત રૂ ૪૦ હજાર વાળી બસમાં પડી ગઈ હોય જે અંગે એસટી કંટ્રોલ પોઈન્ટમાં જાણ કરતા ફરજ પરના કંડકટર દિગ્નેશ મેતાની પૂછપરછ કરતા વીંટી તેને મળી હોય

જે વાંકાનેર ડેપો રૂબરૂ બોલાવીને સ્ટેન્ડ ઇન્ચાર્જ મહેબુબભાઈ, ટ્રાફિક કંટ્રોલર રાજભા પરમારના હસ્તક કંડકટર દિગ્નેશ મેટાએ રૂબરૂ સોપી હતી એસટી સ્ટાફની પ્રમાણિકતાને મુસાફરે બિરદાવી હતી અને ફરજનિષ્ઠ કર્મચારીઓ તથા ડેપોના સંચાલન કરતા અધિકારીઓનો આભાર માન્યો હતો

(8:51 am IST)