Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ સુવિધા આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજૂઆત : વાહન વ્યવહાર કમિશનરને લખ્યો પત્ર

વાહનચાલકોને લાયસન્સ મેળવવા છેક રાજકોટની આરટીઓ કચેરી સુધી જવું પડેછે

મોરબી જીલ્લો બન્યા બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી મોરબીમાં હાલ કાર્યરત છે પરંતુ કમનસીબે કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ ના હોવાથી મોરબીના વાહનચાલકોને લાયસન્સ મેળવવા છેક રાજકોટની આરટીઓ કચેરી સુધી જવું પડે છે જે મામલે રજૂઆત કરી છે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરને તાકીદે પત્ર પાઠવી જણાવ્યું છે કે વાહનોના ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જરૂરી સુવિધા મોરબી ખાતે જ મળી રહે તેવી વ્યવસ્થાની જરૂરિયાત છે જયારે આરટીઓ નવી કચેરીનું બ્વાન્ધ્કામ થઇ રહ્યું છે ત્યારે લોકોની સુવિધા માટે તાકીદે કચેરી ખુલ્લી મુકાય જેથી વાહનચાલકોને ડ્રાઈવિંગ લાયસન્સ માટેની ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા ઘર આંગણે મોરબીમાં ઉપલબ્ધ બની સકે

મોરબી શહેર ઓદ્યોગિક મથક ધરાવતું સૌરાષ્ટ્રનું મોખરાનું શહેર છે ત્યારે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે અને નવા લાયસન્સોની માંગ પણ વધી છે જેથી મોરબીમાં ઘર આંગણે ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા મળે તેવી માંગ કરી છે

(1:18 am IST)