Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સૌરાષ્ટ્રમાં ગેઇટ વાળા ડેમો જે રામભરોસે :ઈલેક્ટ્રીશીયન અને ગેઇટ ઓપરેટરોની કાયમી નિમણુક કરવાની માંગણી

ક્વોલીફાઈડ સ્ટાફ નિવૃત થયા બાદમાં આ કામ રોજમદાર જેવા સ્ટાફથી કરાઈ છે : મુખ્યમંત્રીને રજૂઆત

 

સૌરાષ્ટ્રમાં આવેલ ગેઇટ વાળા ડેમો જે રામભરોસે છે તે ડેમો પર ઈલેક્ટ્રીશીયન અને ગેઇટ ઓપરેટરોની કાયમી નિમણુક કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પૂર્વ કોંગ્રેસની સરકારે અનેક નાના તેમજ મોટા ડેમો બનાવેલ છે આ ડેમો માંહેના મોરબી પાસેના મચ્છુ ૨ સિંચાઈ યોજનામાં વર્ષ ૧૯૭૯ ના વર્ષમાં અતિ વરસાદથી ડેમ તૂટી જવા પામેલ અને જળ હોનારતમાં અમુલ્ય માનવ જિંદગીઓ હોમાઈ હતી મોટી જાનહાની અને અન્ય માલઢોર અને મકાન તેમજ ઘર વખરીને નુકશાન થયું હતું

જળ હોનારત બાદ સરકાર દ્વારા સેફટી માટે અને તકેદારીના પગલાંરૂપે ડેમો પર ગેઇટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટેની સુવિધાઓ કરેલ હતી જેના માટે યોગ્ય તાલીમબદ્ધ અને ક્વોલીફાઈડ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી પરંતુ હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો પર જે તે સમયે નિમણુક કરેલ તાલીમબદ્ધ અને ક્વોલીફાઈડ સ્ટાફ નિવૃત થયેલ છે અને બાદમાં આ કામ રોજમદાર જેવા સ્ટાફથી કરવામાં આવે છે

 

(1:16 am IST)