Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અર્જુન એકેડેમી શૈક્ષણિક સંસ્થાનો વાર્ષિક સાંસ્કૃતિક સમારોહ યોજાયો

ધોરાજીઃ સ્ટેશન રોડ બંબાગેટ પાસે આવેલ વર્ષો જૂની સઁસ્થા અર્જુન એકેડેમી શૈક્ષણિક સંસ્થા નો વાર્ષિક સાંસ્કૃતિકસમારોહ ગાંધી વાડી ખાતે યોજેલ હતો જેમાં વર્ષ ૨૦૧૮ ના તેજસ્વી તારલાઓ ઓનુ સન્માન સમારંભ તેમજ ધોરાજી અને માણાવદરના ધારાસભ્યશ્રી નું પણ સન્માન કરવામાં આવેલ હતું સમારોહમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા અર્જુન એકેડેમી ના દિનેશભાઈ ચાવડા કમલેશભાઈ ચાવડા વગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમયે સંસ્થાના અગ્રણી દિનેશભાઈ ચાવડા અર્જુન એકેડેમી ધોરાજીમાં છેલ્લા ૩૮ વર્ષથી વિદ્યાર્થીઓની સેવામાં છે આ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવલ બને છે ડોકટરો એન્જીનીયરો ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે ત્યારે હજુ પણ ધોરાજીમાં શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા માટે અમારી સંસ્થા આગળ કદમ મિલાવી રહી છે અતિથિ વિશેષ ધોરાજી જી બી ના ડેપ્યુટી એન્જિનિયર રાદડીયા સાહેબ લુહાર સમાજ ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જીઈબી ના હર્ષદભાઈ રાઠોડ એડવોકેટ વી.વી. વદ્યાસિયા વિગેરે અગ્રણીઓના વરદ હસ્તે તેજસ્વી તારલાઓનું આપી સન્માન કરવામાં આવેલ હતું આ સમયે રાજકોટ અર્જુન એકેડેમી ના સંચાલક કમલભાઈ ચાવડાએ જણાવેલ કે ધોરાજી અર્જુન એકેડેમી સંસ્થા ૨૧જ્રાક સદીમાં આગળ વધી રહી હોય એ એ રીતે એજયુકેશન તેમજ વિદ્યાર્થીના સારીરિક ક્ષેત્રે હજુ પણ આગળ વધશે તે માટે અમારી સંસ્થા જાગૃત છે. કાર્યક્રમ સંચાલન સુધીરભાઈ બદાણી અને પરેશભાઈ જોષી દ્વારા કરેલ હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન અને તેજસ્વી છાત્ર સન્માનની તસ્વીરો.(તસ્વીર - અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)(૪૫.૭)

(2:01 pm IST)