Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નયારા એનર્જી દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા યુએસડી ૮૫૦ મિલિયનનું રોકાણ કરશે

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ સમિટમાં ગુજરાત સરકાર સાથે નયારા એનર્જીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

જામનગર : વાઈબ્રન્ટ ગુજરાત–ર૦૧૯ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે રોઝનેફટના ગ્લોબલ હેડ(ડાઉન સ્ટ્રીમ બિઝનેશ)શ્રી ડીડીએર કાસીમેરો તથા નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફીસરશ્રી બી.આનંદ તસ્વીરમાં નજરે પડે છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : રોઝનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા યુએસડી ૮પ૦ મિલિયનનું રોકાણ કરવા અંગે નવમાં વાઈબ્રન્ટ ગુજરાત–ર૦૧૯સમીટમાં ગુજરાત સરકાર સાથે સમજુતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નયારા એનર્જીએ વિસ્તરણ યોજનાના તબકકા હેઠળ વાડીનાર રિફાઈનરીમાં રિફાઈનર એકમ તથા પેટ્રોકેમિકલ એકમની સ્થાપના કરવા માટે યુએસડી ૮પ૦ મિલિયનનું મૂડીરોકાણ કરવા આયોજન ઘડયું છે. જે અંગે પ્રતિબઘ્ધ થઈ ગાંધીનગરમાં યોજાયેલી નવમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સમજુતિ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ મૂડીરોકાણથી સમગ્ર ભારતમાં દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે અને જિલ્લાના વિકાસને નોંધપાત્ર સહયોગ સાંપડશે.

વાઈબ્રન્ટ ગુજરાત–ર૦૧૯ સમિટ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે રોઝનેફટના ગ્લોબલ હેડ(ડાઉન સ્ટ્રીમ બિઝનેશ)શ્રી ડીડીએર કાસીમેરો તથા નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફીસરશ્રી બી.આનંદએ મહત્વની મુલાકાત કરી હતી.

નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસરશ્રી બી. આનંદે જણાવ્યું હતું કે 'ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા અને વિકાસની સમાન વિચારધારાના હેતુ સિઘ્ધ કરવા  અંગે અમે ગૌરવ અનુભવીએ છીએ. અમારા મૂડીરોકાણ અને રિટેઈલ ક્ષેત્રમાં ચાલી રહેલા વિસ્તરણ થકી ભારતની ઉર્જાશકિતમાં વધારો કરવા તથા દરેકન ઉર્જા પ્રદાન કરવાની અમારી યોજના છે.'

એમણે વધુમાં ઉમેર્યું હતું કે 'અમારું નવું નામ–નયારા, એ સૂચવે છે કે અમે ભારતીય અને વૈશ્વિક ઉર્જા બજારની વેલ્યુ ચેઈનમાં ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સેવા સુપ્રત કરવાનું વિઝન ધરાવીએ છીએ. આ સમજુતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી અમે ખાતરી આપીએ છીએ કે અમારા મૂલ્યો પણ અમારા તમામ જોડાણોમાં પ્રતિબિંબિત થાય.'(૨૧.૨૪)

(1:27 pm IST)