Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

દ્વારકા-ઓખા પંથકમાં કમોસમી વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયું વાતાવરણ

દ્વારકા તા.૨૧: દેવભૂમિ દ્વારકામાંં આજે સવારથી ધાબડીયું વાતાવરણ છવાયેલું છે અને આજે બપોરે દ્વારકા, ઓખા, મીઠાપુર, બરવાળામાં કમોસમી વરસાદ  પડયો હતો અને રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા.

આજે સવારથી ઠંડીમાં રાહત થઇ હતી અને દ્વારકા પંથકમાં વાદળીયું વાતાવરણ છવાઇ ગયું હતું. અને અચાનક હળવા છાંટા પડયા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વાદળીયું વાતાવરણ છવાયું છે અને ધુપ-છાંવનો માહોલ અનુભવાય રહયો છે.(૧.૨૪)

(1:21 pm IST)