Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ધોરાજીના પાટણવાવમાં લાઇફ ગ્લોબલ (યુ.કે)દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણ

ધોરાજી, તા.૨૧: ધોરાજીના પાટણવાવ ગામે લાઈફ ગ્લોબલ યૂકે દ્વારા તાલૂકા પાથમીક શાળાના સવા કરોડના ખચે બનેલા અદ્યતન બિલ્ડીંગ ભવનનો લોકાર્પણ કાયકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યયા હતા.

લાઈફ ગ્લોબલ યૂકે દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ગુજરાત મા આવેલ ભૂકંપ થયો ત્યારથી દર ૭૫ દિવસે અદ્યતન પાથમીક શાળાના બિલ્ડીંગોનૂ લોકાપણ કરાઇ રહ્યુ છે જેમા લાઈફ ગ્લોબલ યૂકે દ્વારા ૮૦મી પાથમીક શાળાના અધતન બિલ્ડીંગ ભવનનૂ પાટણવાવ ખાતે લોકાર્પણ ક્રાર્યકમનૂ આયોજન કરાયૂ હતૂ આ ભવ્ય કાયકમમાં શાળા બિલ્ડીંગની અર્પણ વિધી યૂ.કેના શ્રીમતી બીનાબેન અને મયૂરભાઈ સંધવીના હસ્તે કરાઈ હતી.

તેમજ ukના મનસુખભાઇ કામદાર રાજુભાઇ વોરા કમલેશભાઈ સંદ્યરાજકા કેતનભાઈ બાવીસા અનિલભાઈ દોશી દિવ્યેશભાઈ કામદાર દિલીપભાઈ બાવીસા વિગેરે ૧૯ જેટલા ukથી મહેમાનો પધાર્યા હતા

આ ક્રાર્યકમમાં મોટી સંખ્યામાં યૂ.કે થી લોકો હાજર રહયા હતા આ ક્રાર્યકમમાં તાલૂકા પંચાયતના પમૂખ નીતાબેન ચાવડા તેમજ, રસીકભાઈ ચાવડા દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઈ પટેલ કિશોરભાઈ રાઠોડ કાંતિભાઈ ઠુમર નયનભાઈ કુહાડીયા ભરતભાઇ બગડા સહિત પાટણવાવ ધોરાજીના આગેવાનો હાજર રહયા હતા.

પાટણવાવ ગામ પ્રાથમીક શાળાના સવા કરોડના ખચે બનેલા અદ્યાતન બિલ્ડીંગ ભવનના લોકાપણ કાયકમમાં યૂ.કેથી લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢીને સ્વાગત કરાયું હતું ગામજનો એ વિદેશ રહેતા ગૂજરાતી દાનવીરોને બિરદાવ્યા હતાં.(૨૨.૨)

(12:01 pm IST)