Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જોડીયાધામ 'રામવાડી' આશ્રમના મહંત પ. પૂ. શ્રી ભોલેદાસજીબાપુની આજે પ્રથમ માસીક પુણ્યતીથીઃ સમાધીએ વિશેષ પૂજનવીધી

વાંકાનેર તા. ર૧ :.. જામનગર જીલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર રામવાડી આશ્રમના પ્રાતઃ સ્મરણીય પ.પૂ. સંત મહંત શ્રી ભોલેદાસજીબાપુ તા. ર૧-૧ર-ર૦૧૮ ના રોજ દેવલોક પામ્યા જેની આજે પ્રથમ માસીકતીથી નીમિતે રામવાડી ખાતે પૂ. મહંતશ્રી ભોલેદાસજીબાપુના સમાધી સ્થાને તેમજ પૂ. મહંતશ્રી ભોલેદાસજીબાપુના સમાધી સ્થાને તેમજ પૂ. બાપુના અલખ ધૂણા માં સવારના વિશેષ પૂજન જોડીયા રામવાડીના અનન્ય સેવક જયોતીબેન શનીભાઇ વડેરા (વડેરા પરિવારે) કરેલ હતું. પૂ. ભોલેદાસજીબાપુ દેવ થયા તેને આજે એક માસ થયો. જોડીયા રામવાડીમાં સૌ - સેવકો - ભકતજનોએ રામવાડી ગ્રુપના યુવાનોએ પૂ. બાપુને યાદ કરયા હતા અને શ્રધ્ધાસુમન અર્પીત કરેલા હતા. પૂ. બાપુ ભલે આજે સ્થળે દેહે વિર્ધમાનન હોય પરંતુ સૌ સેવક ભકતજનો પર આજેય કૃપા વરસાવશે. પૂ. બાપુએ જોડીયાના નગરજનોને તેમજ સૌ સેવક ભકતજનોને રામાયણનો માર્ગ અને સંત સેવાનો માર્ગ બતાવેલ હતો. પૂ. મહંત શ્રી ભોલેદાસજીબાપુએ જોડીયાધામની પૂ. શ્રી ધરમશીભગતની જગ્યાને કાશી ક્ષેત્રતીર્થથી જોડીયા આવીને અલખ જગાવી વધુ પાવન  બનાવી છે. પૂ. શ્રી ભોલેદાસજીબાપુના શુભ આગમનથી જોડીયાધામની રામવાડીના સિધ્ધ સંત પ્ર્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૂદેવ ભોલેબાબાજી ઇ. સ. ૧૯૭૪ આસપાસ પધાર્યા અને પૂ. ભોલેબાબાજીના આગમનથી આ પાવન ભૂમિ વિશેષ પાવન બની... પૂ. ભોલેદાસજીબાપુ સાથે પૂ. ભોલેબાબાજીને અપાર સ્નેહ ભાવ હતો... પૂ. બાબાજી સૌ પ્રથમવાર રામવાડીમાં પધાર્યા ત્યારે પૂ. શ્રી ભોલેદાસજીબાપુને કહેલ, ભોલેદાસજી અહીયા એક દેવ ફરે છે. તેની સ્થાપના કરો ત્યારે પૂ. ભોલેબાબાજીએ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાનું સાત સ્તભંનુ ગોળ  આકારનું મંદિર બનાવાનો આદેશ કર્યો અને પૂ. બાબાજીના જોડીયા  રામવાડીના અનન્ય સેવક શ્રી જેન્તીભાઇ વડેરાએ  આ અમલ ઉપાડયો મંદિર ચણાયુ. પૂ. બાબાજી તેમજ સિંહોરના બ્રાહ્મણો, ગીરનાર મંડળના સાધુ-સંતો તથા દૂર દૂર થી મહાત્માઓ પધાયો અને મારૂતીજીની સ્થાપના ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવી. જોડીયા તાલુકાના નગરજનોએ આ દિવ્ય લાભ લીધેલ હતો.

ત્યારબાદ પૂ. યાદ સંત શ્રી ભોલેબાબાજી ફરી જોડીયાધામની રામવાડીમાં પધાર્યા અને પૂ. મહંતશ્રી ભોલેદાસજીબાપુને કહયું કે હનુમાનજીની સ્થાપના તો થઇ ભોલેદાસજી હવે આ મંદિરમાં ૧૦૮ અખંડ શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ-અનુષ્ઠાન કરાવો... પૂ. બાબાજીની શુભ પ્રેરણા અને આશિષથી જોડીયાના સૌ સાધક-ભાઇઓ- બહેનોએ એક નહી - બે નહિ - પુરા ૧૦૮ અખંડ રામાયણજીના પાઠ શ્રધ્ધાપૂર્વક કર્યા ત્યારબાદ ૩પ૬ અખંડ પાઠ થયા હતાં.

ત્યારબાદ પૂ. બાબાજી અવાર-નવાર રામવાડીમાં પધારતા હતાં. પૂ. બાબાજીના આદેશ અનુસાર દર શનીવારે રામવાડીમાં સાંજના ૪ થી ૭ સૌ - સાધક ભાવિકો સામુહીકમાં સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા દીપમાળાની મહાઆરતી થાય છે.  પૂ. ભોલેબાબાજીએ ઇ.સ. ૧૯૮૦ માં રામવાડીની ભૂમિમાં પૂ. શ્રી મોરારીબાપુની રામકથા કરવાનું પૂ. મહંત શ્રી ભોલેદાસજીબાપુને કહેલ પૂ. બાબાજીની આજ્ઞા અનુસાર સૌ પ્રથમવાર જોડીયાધામની રામવાડીની પાવન સંતોની ભૂમિમાં પૂ. શ્રી મોરારીબાપુની ઇ.સ. ૧૯૮૦ માં સૌ પ્રથમવાર સંગીત સાથે રામકથા યોજાય જે રામકથા જોડીયાની યાદગાર કથા બની ગઇ ત્યારથી જોડીયાના સંગીતકારો પૂ. બાપુની કથામાં જાય છે.

આ ઉપરાંત પૂ. શ્રી ભોલેદાસજીબાપુએ રામવાડીમાં શ્રી રમેશભાઇ ઓઝા (પૂ. ભાઇશ્રી) પૂ. શ્રી મનહરલાલજી મહારાજ, પૂ. હરેશ્વરીદેવી, શ્રી કિશોરદાસ અગ્રાવત શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી મળીને કુલ નવ કથાના સુંદર આયોજન કરેલા હતા તેમજ ઉદાસીન પંચાયતની નિર્વાણ બડા અખાડાની જમાત (૪) વાર આવી છે. તેમજ રામવાડીની ભૂમિમાં અનેક સંતો -મહંતોના  પાવનકારી પગલા થયા છે. આજે પણ રામવાડીમાં બીરાજમાન શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી દાદા પૂ. સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજી, પૂ. ધરમશીભગત તથા પૂ. બાપુના ધુણાના દર્શન કરીને સૌ ભાવિક-ભકતજનો ધન્યતા અનુભવે છે. પૂ. મહંત શ્રી ભોલેદાસજીબાપુનના દેહવિલય બાદ રામવાડી આશ્રમ ખાતે તા. ૭-૧ર ના રોજ જોડીયા ગામના સર્વે હિન્દુ-મુસ્લીમ બાળકોનું બટુક ભોજન પણ યોજાયેલ હતું. રામવાડીમાં અવાર-નવાર બટુક ભોજન યોજાય છે. આજે પૂ. મહંત સંત શ્રી ભોલેદાસજીબાપુની પ્રથમ માસીક તીથી નિમિતે પૂ. બાપુના ચરણોમાં સત...સંત...વંદન... જય ગુરૂદેવ.

સંકલન

હીતેશ રાચ્છ

વાંકાનેર

 

(12:00 pm IST)