Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત પેકેજનો પ્રારંભ

કોટડાસાંગાણી, તા. ૨૧ : કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને દુષ્કાળ ગ્રસ્ત પેકેજ અંતર્ગત સહાય આપવાની શરૂઆત કરી સોળીયા ગામના ખેડુતોને ફાળવણી કરાતા ખેડુતોમા હર્ષની લાગણી ફેલાઈ છે.

તાજેતરમાંજ સરકાર દ્રારા રાજયના અનેક તાલુકામા ઓછા વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ હતી જેને લઈને ખેડુતોમા સરકાર તરફથી સહાયની માંગ ઉઠતા સરકાર દ્રારા રાજયના ૪૫ તાલુકાને વરસાદના આંકડા દીઠ તાલુકાના ખેડુતો માટે સહાય પેકેજ જાહેર કરેલ જેમા કોટડાસાંગાણી તાલુકાને બાર કરોડ ફાળવી ખેડુતોને હેકટર દિઠ ૫૩૦૦ રૂપીયા જાહેર કરેલ જે રકમની ફાળવણી તાલુકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

સોળીયા ગામના ૨૨૬ ખેડુતોના બેંક અકાઉન્ટમા ટોટલ ૧૭  લાખ જમા કરાવતા સોળીયા ગામના ખેડુતોમા હર્ષની લાગણી પ્રસરી છે ટીડીઓ જે જી ગોહીલ તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ સરવૈયા અધ્યક્ષ મુનાભાઈ રાયજાદાએ જણાવેલ કે તાલુકાના બેતાલીસ ગામોના ખેડુતોને પહેલા તબ્બકામા સોમવાર સુધીમા તમામ ખેડુતોના બેંક અકાઉન્ટમા રૂપીયા જમા કરાવી દેવામા આવસે. (૪૫.૫)

(11:57 am IST)