Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગોંડલના કંટોલીયામાં યુવકની હત્યા કરનાર જીતુ રાઠોડ ઝડપાયો

ગોંડલ, તા.૨૧: ગોંડલ થી ૭ કી.મી દુર કંટોલિયા ગામે રાત્રિના ૧૧:૩૦ કલાકે વાસમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા ધીરુભાઈ જીવાભાઈ સોલંકી ઉંમર વર્ષ ૪૦ની નિર્મમ હત્યા થવા પામી હતી પોલીસે આ હત્યાના આરોપી જીતુ નાથાભાઈ રાઠોડને ગણતરીની કલાકોમાં જ કંટોલિયા ગામની સીમમાંથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પૂછપરછમાં આરોપી જીતુ રાઠોડ જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે બંને નોનવેજ બનાવી રહ્યા હતા તે દરમિયાન બંને વચ્ચે ઝદ્યડો થતાં ઝદ્યડો મારામારી સુધી પહોંચ્યો હતો અને જીતુ એ આવેશમાં આવી ધીરુભાઈના ગળાના ભાગે છરીનો ઘા મારી દેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું તાલુકા પોલીસે આઈ પી સી કલમ ૩૦૨, જી પી એકટ ૧૩૫ તેમજ એસ્ટ્રોસિટી અંગે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી જે એમ ભરવાડે હાથ ધરી હતી તેમજ હત્યામાં વપરાયેલ છરી કબજે કરી એફ એસ એલ તપાસમાં મોકલી આપી હતી.(૨૨.૬)

(11:46 am IST)