Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક સંપન્ન

જૂનાગઢ તા. ૨૧ : જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આજે કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીના વિવિધ વિભાગને લગતા રજુ કરાયેલા પ્રશ્નોની ચર્ચા કરી તેના ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેકટરશ્રીએ ઉપસ્થિત સંકલનનાં અધિકારીઓને તેમની કચેરીમાં રજુ થતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવા તાકીદ કરી હતી.

નાગરીક અધિકાર પત્ર અન્વયે રજુ થતી અરજીઓના નિકાલ, સરકારી અધિકારીઓ કર્મચારીઓ નિવૃત થતાં હોય પરંતુ પેન્શન કેસ મંજુર ન થયેલ હોય તેવા કેસ, આગામી ૨૪ માસ દરમ્યાન નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી કર્મચારીઓના પગાર ફીકશેસન અને ચકાસણી, સરકારી લેણાની બાકી વસુલાત અંગે, અધિકારી કર્મચારીઓના ખાનગી અહેવાલની સમીક્ષા, કચેરી તપાસણી નોંધના પુર્તતા કરવાના બાકી મુદાઓ, જિલ્લામાં મંજુર થયેલ વિકાસના કામો અંગે સમીક્ષા કરી હતી.

વિસાવદર તાલુકાના જેતલવડ ગામના ૩૨ લાભાર્થીઓને શૌચાલયની સુવિધા અપાવવા અને જરૂરી ડોકયુમેન્ટ મેળવવા ગામમાં કેમ્પ કરવા કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીની રજુઆતના સંદર્ભમાં ટીડીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી, શ્રી હર્ષદભાઇ રીબડીયા, શ્રી બાબુભાઇ વાઝા, શ્રી દેવાભાઇ માલમ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા તેમજ એસ.પી. શ્રી સૌરભ સિંઘ, ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી, ડીસીએફ શ્રી ધીરજ મિતલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. મીટીંગનું સંકલન પ્રાંત અધિકારી શ્રી જવલંત રાવલે કર્યું હતુ.             

કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સમીક્ષા માટે કલેકટરશ્રી ડો. સૈારભ પારધીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ કલમો હેઠળ નોંધાયેલ પોલીસ કેસો, પાક રક્ષણ હથીયાર પરવાના સહિત વિવિધ બાબતો પર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભ સિંઘ, પ્રાંત અધિકારીશ્રી રાવલ, આર.ટીઓ શ્રી , આરોગ્ય અધિકારીશ્રી મહેતા ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૬)

(10:07 am IST)