Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મોરબીમાં માનવ ઉત્થાન સેવા આશ્રમ નિર્માણ માટે આધ્યાત્મિક જાગરણ સત્સંગ સમારોહ સંપન્ન

મોરબી તા. ૨૧ : માનવ ઉત્થાન સેવા સમિતિ (સંસ્થા) ના પ્રણેતા સદગુરુ વર્ય સતપાલજી મહારાજની પ્રેરણાથી મોરબી જીલ્લા ક્ષેત્રમાં એક માનવ ઉત્થાન સેવા આશ્રમ નિર્માણ હેતુ આધ્યાત્મિક જાગરણ સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન શકત શનાળા ગામ મુકામે કરવામાં આવ્યું હતું.

જેનો હેતુ માનવ સેવા એજ પ્રભુસેવા, સનાતન ધર્મ, સર્વધર્મ સમભાવ તેમજ અનેકતામાં એકતા જેવા મહા વાકયોને ચરિતાર્થ કરતા સંસ્થાના મહાત્માઓની દિવ્ય ઉપસ્થિતિમાં વડોદરાથી પધારેલ મહાત્મા બાલકૃષ્ણાનંદ મહારાજ સુરતથી પધારેલ મહાત્મા આધિનાબાઈજી તેમજ મહાત્મા મનીષાબાઈજી અને મોરબીથી પધારેલ સુગીતાબાઈજી આ સત્સંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

અતિથી વિશેષ તરીકે રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી સબ જેલના સુપ્રીન્ટેનડેંટ પી કે ગઢવી, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, વિક્રમસિંહ જાડેજા (વવાણીયા)ઙ્ગ નવયુગ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના મુખ્ય આયોજક કનકસિંહ જાડેજા મોરબી જીલ્લા ક્ષત્રીય સમાજ પ્રમુખ (ટ્રસ્ટ) એ શાબ્દિક પ્રવર્ચન અને સંસ્થાની ઝલક આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસી. પ્રો. સંસ્કૃત મનહર ડી સુપ્રીએ પોતાની આધ્યાત્મિક શૈલીમાં કર્યું હતું.

વિશેષ નરભેરામ શીરવી પરિવાર દ્વારા આશ્રમની જગ્યા હેતુ ભૂમિદાન કરવામાં આવેલ અને સત્સંગનું રસપાન કરાવતા મહાત્મા બાલકૃષ્ણાનંદ મહારાજે જણાવ્યું કે આજના ઘોર કલિયુગમાં અત્યંત દુષિત વાતાવરણમાં આજનો મનુષ્ય જીવનના સાચા લક્ષ્યને ભૂલી ઈર્ષા, દ્રેષ અને પરસ્પર કુભાવના જેવા અવગુણોને અપનાવી રહ્યો છે.

આ વિષમ પરિસ્થિતિમાં જેમ અંધકાર દુર કરવા પ્રકાશની અને અજ્ઞાતને દુર કરવા જ્ઞાનની જરૂર પડે છે તેમજ મહાત્મા આધીનાબાઈજીએ સત્સંગ રસપાન કરાવતા કહ્યું કે મનુષ્યનું સાચું કર્તવ્ય શું છે સાચો ધર્મ કયો છે ? એમના વિશેની સુંદર વાતો કરી માનવ ધર્મનું યથાર્થ જ્ઞાન પ્રદાન કર્યું હતું.(૨૧.૫)

(10:06 am IST)