Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

માળીયા હાટીના ખાતે '' મારી સ્વચ્છતાની પતંગ'' પ્રોગ્રામ સંપન્ન

 માળીયા હાટીનાઃ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા માળીયા હાટીના ખાતે '' મારી સ્વચ્છતાની પતંગ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જશાપર પ્રાથમિક શાળા અને જશાપર વિસ્તારના બાળકોએ પતંગ બનાવી અને તેમાં સ્વચ્છતાનો સંદેશો આપે તેવા ચિત્રો દોરી અને અનોખી કળાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર-અહેવાલઃ મહેશભાઇ કાનાબાર)

(9:42 am IST)