Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સાવરકુંડલામાં બપોરે ધોધમાર વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આજે બપોરે ર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી.

(3:58 pm IST)