Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પોરબંદર ના બળેજમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામમાં 2 વ્યક્તિઓ સામે ખોટી ફરિયાદ કરીને દંડ વસૂલી કાર્યની મુખ્યમંત્રીને રાજુવાત

માઇનિંગ અધિકારીઓએ હરદાશ ભાઈ દાસ અને નગભાઈ દાસ ઉપર નકલી કેસ કરી નકલી દંડ વસૂલી તથા ફરજમાં રૂકાવટ ના ગુંહો નિધ્યનું વિજય ભાઈ રૂપાણી ને કૉંગ્રેસના અગ્રણીઓ દ્વાર રજુઆત કરી તાપસ ની માંગ કરી છે.

પોરબંદર: તાલુકાના બળેજ ગામે બિલ્ડીંગ લાઈમ સ્ટોનની જુની ખાણ કે જેમાં ગેરકાદેસર ખનન  સબબ કેસો દંડ થયેલ છે તે જગ્યા ઉપર હરદાસ દાસા તથા નાગાભાઈ દાસા ઉપરે નકલી કેસ કરી નકલો કેસ કરવાની બાબતે તપાસ કરીને પગલા લેવા કોંગ્રેસ અગ્રણીઓ સામંતભાઇ ઓડેદરા નાથાભાઇ ઓડેદરા, પરીમલભાઇ ઠકરાર, બચુભાઇ કુછડીયા, રામદેવભાઇ મોઢવાડીયા અને ઠેબાભાઇ ચૌહાણ દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે.

પોરબંદર જીલ્લાના માધવપુર થી મિયાણી સુધીના દરીયા કાંઠા ઉપર બિલ્ડીંગ લાઈમ સ્ટોનની ખાણો મારફતે અનેકોને રોજી રોટી મળે છે. આવી અમુક ખાણો પોરબંદર તાલુકાના બળેજ ગામમાં આવેલી છે. જે ખાણો ખુબ જુની છે અને તેવી ખાણો ઉપર અગાઉ ગેરકાયદેસર ખનન બાબતે કેસો અને દંડ થયેલા છે. બળેજ ગામમાં આવી જુની ખાણ કે જેમાં બીજા આસામીઓના નામે ગેરકાયદેસર ખનન અંગે અગાઉ દંડ ખને કેસો થયેલા છે તે ખાણમાં બળેજ ગામના હરદાસ દાસા તેમજ નાગાભાઈ દાસાએ ગેરકાયદેસર ખનન કરેલ છે તેવો સ્થાનિક જીલ્લા જીયોલોજી અને માઇનીંગ અધિકારીઓ દ્વારા ખોટો આરોપ મુકીને તેઓની સામે ફરજમાં રૂકાવટ ખને ગેરકાયદેસર ખનન અંગે ખોટો દડ અને ફરજી કેસો કરેલ છે. અધિકારીઓએ પોતાની નિષ્ફળતા છુપાવવા અને પોરબંદર જીલ્લામાં રેતી ચોરી અને ર૦૦૬ના સૌથી મોટા ખનીજ ચોરીના પ્રકરણમાં રીકવરી કરવામાં મિલાપીપણું છુપાવવાના ઈરાદાથી કેસ કરેલ છે.

પોરબંદરના દરીયા કિનારા ઉપર કુદરતી રીતે રેતીના પાળાઓ અને બીચ બનેલા છે. રેતીના પાળાઓ દરીયાના પાણીને જમીન ઉપર ફરી વળતું રોકે છે અને દરિયા કિનારાને સુંદરતા આપે છે. રેતીના પાળાઓ નીકળી જાય તો ખેડૂતોના ખેતરોમાં, ગામડાંઓમાં અને સમગ્ર વિસ્તારમાં દરીયાનું ખારૂ પાણી ફરી વળવાની પુરી સંભાવના છે. રેતીની રેત માફીયાઓ દ્વારા મોટે પાયે ચોરી થાય છે. પોરબંદર બંદરમાં સરકારી મશીનરી દ્વારા લાખ ટન રેતી કાઢોને તેનો સ્ટોક કરવામાં આવેલો જથ્થો ફીશરીઝ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ ખાણ-ખનિજ વિભાગના રેકર્ડ ઉપર છે.  આજે તમામ જથ્થો ચોરાઈ ગયો છે. બાબતની ફરીયાદો ગ્રામવાસીઓ, આગેવાનોએ વારંવાર કરી છે. રેતી ચોરાઈ ગઈ છે તે બાબત "મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમ"માં વહીવટી તંત્રએ લેખિતમાં સ્વીકારી છે. પરંતુ હજુ સુષી બાબતે કોઈ પગલા લેવાને બદલે અધિકારીઓ દ્વારા મિલાપીપણું દાખવીને જવાબદારોને છાવરવામાં આવે છે.

 અને ર૦૦૬માં જે તે વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની સુચનાથી પોરબંદર જીલ્લાના પોરબંદર અને રાણાવાવ તાલુકામાં મોટા ઉધોગ ગૃહોને સપ્લાઈ કરવામાં આવતી ગેરકાનુની લાઈમ સ્ટોનની ખાણો ઉપર દરોડા પાડોને કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પૈકી રૂ.૨૦૦ કરોડનો દંડ એક મોટા રાજકોચ આગેવાન ઉપરે કરવામાં આવ્યો હતો. આ રાજકીય આગેવાન જેલમાં પણ જઈ આવ્યા છે અને તેઓ દેડ વસુલી સામેની અપીલ કેસોમાં પરાજીત થયા બાદ ર૦૧૮માં તેમની રૂપિયા ર૦૦ કરોડ રીકવરી કરવાનો ફાઈનલ હુકમ કલેકટરશ્રો પોરબંદરનો માન્‍ય  રાખવામાં   આવેલ છે  જેની રીકવરી કરવામાં પણ પોરબંદરના વહીવટીતંત્રને રસ નથી.

જનતા જ્યારે બાબતે ખવાજ ઉઠાવે છે ત્યારે અવાજ ઉઠાવનારની સામે ખોટી ફરીયાદો કરવામાં આવે છે.  અમારી માંગણી છે કે પોરબંદરમાં રેતી ચોરનારા તત્વોની સામે પગલાં લેવામાં આવે તેમજ આવી ચોરો કરનારાઓને રાજયાશ્રય આપવાનું સરકાર બંધ કરે તેમ રજુઆતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવેલ છે.

(10:13 pm IST)