Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટની ગોકુલ હોસ્‍પીટલમાંથી પૂ. જેન્‍તિરામ બાપાને રજા અપાઈઃ સ્‍પેશ્‍યલ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ધુનડા પહોંચ્‍યાઃ ડોકટરોની ટીમની કામગીરી બિરદાવતા પૂ. બાપા

જૂનાગઢઃ. જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પૂ. જેન્‍તિરામબાપા છેલ્લા ૬ માસથી મણકાની બિમારીથી પીડાતા હતા. દરમ્‍યાન તા. ૯ ફેબ્રુઆરીના રોજ રાજકોટની ડો. પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ થતા ત્‍યાંના ડો. મેહુલ ચૌહાણ, વિશાલ મોઢા દ્વારા શ્રી પ્રકાશ મોઢાના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસ સુધી વિવિધ રીપોર્ટ કરાવી તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ કમરના ૩ મણકાનું ડો. મેહુલ ચૌહાણ અને તેની ટીમે સતત ૮ કલાકની જહેમત બાદ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયુ હતુ અને ૧૧ દિવસ હોસ્‍પીટલમાં રહ્યા બાદ પૂ. બાપાની તબિયતમાં સુધારો જણાતા તેમને રજા અપાઈ હતી. ડો. પ્રકાશ મોઢા દ્વારા એસી એમ્‍બ્‍યુલન્‍સમાં પૂ. બાપાને ધુનડા મોકલવામાં આવ્‍યા હતા અને હોસ્‍પીટલમાંથી રજા આપતી વેળાએ પૂ. બાપાએ ડો. પ્રકાશ મોઢા, ડો. મેહુલ ચૌહાણ, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા સહિત હોસ્‍પીટલના સ્‍ટાફનું સારી સેવા કરવા બદલ પૂ. જેન્‍તિરામબાપાએ સતપુરણધામનું ઉપવસ્‍ત્ર ઓઢાડી સન્‍માનિત કર્યા હતા. ડોકટરોએ પૂ. બાપાને ૩ માસ સુધી સંપૂર્ણ બેડ રેસ્‍ટ રહેવા જણાવ્‍યુ છે. આ તકે રાજકોટના હરેશભાઈ શીલુ, દિપક બામટા, વિનુ જોશી હાજર રહ્યા હતા (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:31 pm IST)