Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જામનગર જીલ્લાના ધ્રાફામાં સવા આઠ ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વત્ર મેઘમહેરથી લોકોમાં ખુશાલી

જામનગર, તા.૮: જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી સવા આઠ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.

જામનગરના વરસાદમાં ૮ ઇંચ, લાખાબાવળ અને અલીયાબાળામાં ૨ ઇંચ, દરેડમાં અઢી ઇંચ, મોટી બાણુસર-લાખાબાવળમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જોડીયાનાં પીઠડયા ૩ ઇંચ, હડીયાણા બાલંભામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. ધ્રોલનાં લૈયારામાં પોણો ઇંચ, લતીપુર, જોલીયા દેવાણીમાં ઝાપટા વરસ્યા છે. આ ઉપરાંત કાલાવડનાં ખરેડી, ભ.ભેરાજા, નવાગામ, મોટા પાંચ દેવડા, મોટા વડાળામાં ૩ ઇંચ, નિકાવામાં એક ઇંચ વરસાદ પડયો છે.

જામજોધપુરનાં ધ્રાફામાં સવા આઠ ઇંચ, ધુનડા-જામવાડીમાં ૬ ઇંચ, શેઠવડાળામાં ૭ ઇંચ, વાંસજાળીયામાં સવા આઠ, પરડવામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

લાલપુરના પડાણા અને મોટા ખડવામાં ૪ ઇંચ, મોડપર અને ડબાસંગમાં સાડા ત્રણ ઇંચ, પીપરતોળા અને ભાણગોરમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

(2:48 pm IST)