Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કચ્છના આર્મી કેમ્પસમાં કોરોનાએ સર્જ્યો ફફડાટ: આર્મીના વધુ બે જવાનો પોઝિટિવ

અત્યાર સુધી ૧૪ જવાનો પોઝિટિવ, ભુજના આરટીઓ પાસે આવેલું આર્મી કેમ્પસ બન્યું કોરોનાનું હોટસ્પોટ

કોરોના હવે કચ્છનો કેડો મુકતું નથી. સતત ૭ મે દિવસે પણ કોરોનાએ વધુ બે દર્દીઓ સાથે હાજરી પુરાવતાં કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૫૫ થઈ ગઈ છે. ભુજનું આર્મી કેમ્પસ જાણે કોરોનાનું હોટ સ્પોટ બન્યું હોય એમ વધુ બે જવાનોને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. ભુજ આર્મી કેમ્પસમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૪ થઈ છે.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધીનું કોરોનાના કુલ દર્દીઓ વધીને ૧૫૫ થયા છે જેમાં 99 દર્દીઓ સાજા થયા છે જયારે 48 દર્દીઓ  હોસ્પિટલમાં દાખલ છે જિલ્લામાં 8 દર્દીઓ મૃત્યુ પામ્યા છે

(8:53 pm IST)