Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામનગરમાં તબીબ સહિત ર અને જેતપુર અને ગોંડલમાં એક-એક કોરોના પોઝિટીવ

રાજકોટ, તા. ર૯ :  જામનગરમાં આજે ર અને જેતપુરમાં તથા ગોંડલમાં એક-એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

જામનગર

જામનગર :  જામનગરમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

જેમાં જી.જી. હોસ્પિટલના ર૬ વર્ષીય તબીબી અને હિરજી મિસ્ત્રી માર્ગ વિસ્તારના ૬૩ વર્ષીય વૃદ્ધનું રિપોર્ટ પોઝિટીવ આવ્યા એવું બીનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.  કુલ કેસ ૧૯પ થયા છે.

જેતપુર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર :  જેતપુરમાં સંક્રમણ શરૂ થતા આજે ફરી બાપુની વાડીમાં કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે.

બાપુની વાડીમાં ૧૦ દિવસ પહેલા મહિલાને કોરોના પોઝિટીવ આવ્યા બાદ આજ વિસ્તારમાં યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો. ફૈઝલ અલીમહમદ ભટ્ટૃી (ઉ.વ.૩પ) ને કોરોના પોઝિટીવ આવતા આરોગય તેમજ પાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં બીજા કેસ થતા અન્ય ને પણ ચેપ લાગ્યો હશે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. તાવ આવતો હોય શંકા જતા રિપોર્ટ કરાવ્યો હતો.

ગોંડલ

ગોંડલના યોગીનગર શેરી નં.પ માં ૪૬ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ ૪ દિવસ પહેલા સુરતથી ગોંડલ આવ્યા હતાં.

(3:41 pm IST)