Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નેચરોપેથી પધ્ધતિથી કોરોનાગ્રસ્ત દર્દી ૩ દિવસમાં સાજો થઇ જાયઃ જામનગરના બાલમુકુંદ ધ્રુવનો દાવો

જામનગર તા.ર૯: જામનગરના નાગરીક શ્રી બાલમુકુંદ ચંદુલાલ ધ્રુવે કોરાનાને કાબુમાં લેવા માટે નેચરોપેથી સારવાર પધ્ધતિમાં ઉપાય હોવાનું અને આ પધ્ધતિથી સારવાર કરવાથી કોરોનાનો દર્દી માત્ર ત્રણ દિવસમાં સંપુર્ણ સાજો થઇ શકે છે, તેમ જણાવેલ છે.

રાજયના આરોગ્ય કમિશ્નર ડો. જયંતિ રવિને પાઠવેલ પત્રમાં બાલમુકુંદ ધ્રુવે જણાવ્યું  છે કે, કોરોનાગ્રસ્ત પોઝીટીવ દર્દી નેચરોપેથી સારવારથી સંપુર્ણ સાજો થઇ શકે છે, કોરોનાગ્રસ્ત દર્દીને શ્વાસ નળીમાં શરદી જામ થઇ જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યારે જો કુદરતી ઉપચાર રૂપે નીલગીરીનો પાવડર સુંઘાડવાથી પાંચ સેકન્ડમાં છીકો આવવા લાગે છે. પરિણામે દર્દીને શ્વાસ લેવામાં પ૦ થી ૭૦ ટકા રાહત થવાથી દર્દીને રાત્રે ઉંઘ આવી જાય છે. દર્દીને રાતે પ્લાસ્ટીક કેપ પહેરાવી અને સવારે જાગતી વખતે કાઢી નાખવાથી માંથામાંથી પુષ્કળ પરસેવો નિકળશે. આ પરસેવા દ્વારા મગજમાં ઘુસી ગયેલા કોવીડ-૧૯ના જંતુ નાશ પામે છે અને દર્દી એકદમ રાહત અનુભવશે. આ સારવાર ત્રણ દિવસ કરવાથી દર્દી કોરોનામુકત થઇ જશે.

બાલમુકુંદ ધ્રુવે જણાવ્યું છે કે, મારી ઉંમર ૮૦ વર્ષની છે. મને ડાયાબીટીસ છે પરંતુ નેચરોપેથીની સારવાર કરવાથી હું નોરમલ છુ અને બીપી, હાર્ટ, પ્રોબ્લેમ, આધાસીસી વગેરે કોઇ દર્દ નથી અને હું સ્ફૂર્તિમય જીવન જીવી રહયો છુ શ્રી ધ્રુવે કોરોનાગ્રસ્ત પોઝીટીવ દર્દીની સેવા કરવા તત્પરતા બતાવી છે અને સરકાર આ માટે તક આપશે તો ચોકકસ સારા પરિણામ લાવી આપવાની ખાતરી આપી છે.

(12:46 pm IST)