Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

હળવદમાં મેઇન બજારમાં પાણીની રેલમછેલઃ

હળવદઃ  શહેરના મુખ્ય માર્ગ મેઇન બજાર ખાતે છેલ્લા ઙ્ગકેટલાક સમયથી છાશવારે રસ્તાઓ પર પાણીની રેલમ છેલમ થવાના કારણે રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે હળવદના દરબાર નાકા થી લક્ષ્મીનારાયણ ચોક સુધી સાંજના સમયે રસ્તા ઉપર પાણીની રેલમછેલમ અવારનવાર જોવા મળે છે જેના કારણે રસ્તા પરથી પસાર થતા હર કોઇ વાહનચાલકો મુશ્કેલી વેઠવી પડે છે તેમજ રસ્તા પર ચાલતા બાળકો, વૃદ્ઘો ઙ્ગ,તેમજ દુકાનદારોને ભારે મુશ્કેલી અનુભવે પડે છે  પાણી રસ્તાઓ પર નીકળતું હોવાનું બંધથાય અને આ કાયમી ધોરણે આ સમસ્યા ઉકેલાય તેમ લોકો પણ ઈચ્છી રહ્યા છે રેલમછેલની તસ્વીર.(તસ્વીરઃ હરીશ રબારી હળવદ)

(11:56 am IST)