Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામકંડોરણા તાલુકામાં કુલ પોઝિટીવ આંક ૧૦ પર પહોંચ્યો

જામકંડોરણા, તા. ર૯ :  તાલુકામાં છેલ્લા બે દિવસમાં એટલે કે શનિવારે બે કેસ અને રવિવારે બે કેસ પોઝિટીવ નોંધાયા છે. શનિવારે તાલુકાના વૈભવનગર ગામે ચિરાગ શાંતિભાઇ ચોવટીયા (ઉ.વ.ર૪) નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો તેમજ જામકંડોરણામાં ગોકુલધામ સોસાયટીમાં ભાવેશ જમનભાઇ ભંડેરી (ઉ.વ.૩૮) નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો એમ શનિવારે બે કેસ નોંધયા હતા જયારે રવિવારે તાલુકાના વૈભવનગર ગામે અગાઉ પિતા પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવેલ એજ પરિવારના માતા પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે જેમાં રમીલાબેન શાંતિલાલ ચોવટીયા (ઉ.વ.૪પ) તથા તેમના પુત્ર નયન શાંતિલાલ ચોવટીયા (ઉ.વ.ર૧) નો રીપોર્ટ પોઝિટીવ આવેલ છે આ સાથે જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે કુલ પોઝિટીવ કેસનો આંક ૪ થયેલ છે જયારે જામકંડોરણા તાલુકામાં કુલ પોઝિટીવ કેસનો આંક ૧૦ પર પહોંચ્યો છે. આ પોઝિટીવ કેસ નોંધાતા જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે સહિતની આરોગ્ય તંત્રની ટીમ તથા જામકંડોરણા મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરીયા સહિતના અધિકારીઓએ જે તે ગામોએ સ્થળોની મુલાકાત લઇ કામગીરી હાથ ધરી હતી.

(11:50 am IST)