Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઉનાના નાથડ ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

 

 વેરાવળ : પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર(જુનાગઢ રેન્જ) તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પો.અધિક્ષક જી.બી. બાંભણીયા, (ગીર-સોમનાથ વેરાવળ વિભાગ) , વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. વી.એમ. ચૌધરીની સુચના મુજબ પો.હેઙ કોન્સ. કે.જે. પીઠીયા, જગદીશભાઇ કરશનભાઇ, નિલેશભાઇ છગનભાઇ, પો.કોન્સ. વિજયભાઇ હાજાભાઇ, અભીજીતસિંહ રાજન્દ્રસિંહ, મેહુલસિંહ પ્રતાપસિંહ, ભીખુશા બચુશાએ ઉના હાજરી દરમ્યાન પો.હેડ. કોન્સ. જગદીશભાઇ કરશનભાઇ, નિલેશભાઇ છગનભાઇ, ભીખુશા બચુશાનાઓને બાતીમ હકીકત આધારે નાથડ ગામે ગરબી ચોકમાં જાહેરમાં જુગાર રમતા (૧) મનોજભાઇ ભુપતભાઇ સોલંકી રહે. નાથડ ખોડીયાર મંદિર, તા.ઉના (ર) જેસીંગભાઇ બચુભાઇ બારડ (૩) મેરૂભાઇ બાલુભાઇ ગઢીયા (૪) બાલુભાઇ રૈયાભાઇ સોલંકી (પ) મનસુખભાઇ બાબુભાઇ સોલંકી (૬) ચીનાભાઇ ઉર્ફે સિક્કો રાજાભાઇ સોલંકીને જુગારના સાહિત્ય તથા રોકડ રૂ.૧૮૦૯૦ના જુગારના મુદામાલ સાથે પકડી પાડી ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧૮ ૬૦૦ ૮ર૦૦ ૭૯૬/ર૦ર૦ જુ.ધા.ક.૧ર મુજબ ગુન્હો રજી કરાવેલ છે. આ કામની તપાસ પો.હેડ કોન્સ. કે.જે. પીઠીયા ચલાવી રહ્યાં છે.

(11:44 am IST)