Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ધોરાજી માં હુઝૂર તાજુશ્શરીઅહ ના બીજા ઉર્સ ની શાનદાર ઉજવણી

ધોરાજીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ ભર ના સુન્નીઓ ના ધર્મગુરુ આલા હઝરત ના પ્રપૌત્ર, હુઝૂર મુફ્તીએ આઝમે હિન્દ ના દોહિત્ર, હુઝૂર તાજુશ્શરીઅહ થી ઓળખાએલ હઝરત અલ્લામા મુફ્તી મુહમ્મદ અખતર રઝા ખાં કાદરી નો બિજો વાર્ષિક ઉર્સ ધોરાજી માં હઝરત લધાશાહ બાવા દરગાહ માં શાનદાર રીતે ઉજ્વાયો, જેમાં તા. ૨૮-૬-૨૦૨૦ રવિવારે સાંજે કુલ શરીફ, દરૂદ શરીફ નો ખતમ શરીફ રાખવામાં આવ્યું હતું ત્યાર પછી તિલાવત, નાત, મનકબત પઢવામાં આવી હતી ત્યાર બાદ હઝરત મૌલાના મુનવ્વર રઝા સાહબ (સજ્જાદા નશીન હઝરત લધાશાહ બાવા દરગાહ, મુદર્રિસ દારૂલ ઉલૂમ મિસ્કીનીયહ) એ સરકાર તાજુશ્શરીઅહ ના ઈલ્મી મકામ વિષે ટુંક માં પણ દલીલસભર બયાન કર્યુ હતું, અંતે ખલીફા એ તાજુશ્શરીઅહ હઝરત મૌલાના ગુલામ મુહમ્મદ સાહબ રઝવી એ કોરોના થી છુટકારા માટે અને દેશમાં શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી હતી

આ તકે ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આશિકાને તાજુશ્શરીઅહ કમિટી ધોરાજી ના મેમ્બર મુઝફ્ફર ભાઈ હાજી અમીન ભાઈ ખુરેશી હાજી શબ્બીર ભાઈ વાઘરીયા મો.કાસીમ ભાઈ ગરાણા તેમજ સિકન્દર ભાઈ રઝવી એ સર્વે ઉપસ્થિતો, આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:53 am IST)