Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કાલાવડના ધુતારપર ગામની ખાનગી શાળાના સંચાલકે શિક્ષિકાના ફોટા સોશ્યલ મિડીયા પર મુકતા હોબાળો

સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતઃ લંપટ શિક્ષક નાસી ગયો

કાલાવડ, તા. ૨૯ :. ધુતારપર ગામની ખાનગી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક ભરતભાઈ લક્ષ્મણભાઈ ગોલાતરે તેની શાળાના જ શિક્ષિકાના બિભત્સ ફોટા અને વિડીયો સોશ્યલ મીડીયામાં મુકી ફરતા કરતા ફોટા અને વિડીયો સામે લંપટ સંચાલક ઉપર ભારે રોષ ભભુકી ઉઠયો છે.

આ અંગે જાણવા મળે છે કે ધુતારપર ગ્રામજનો અને સરપંચ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને લેખીત પત્ર લખી જણાવેલ છે કે ધુતારપર ગામે ચાલતી ખાનગી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાઓને ધાક-ધમકી આપીને યોનશોષણનો ભોગ બનાવે છેઅને બે દિવસ પહેલા સંચાલક ભરતભાઈ દ્વારા તેની શાળાના શિક્ષિકાના બિભત્સ ફોટા ્ને વિડીયો સોશ્યલ મિડીયા પર મુકી શરમજનક કૃત્ય આચરતા ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આવા શિક્ષકોના હાટડા બંધ કરવા રજુઆત કરેલ છે.

આ સોશ્યલ મીડીયાના સમાચાર ગ્રામજનોને થતા લોકો મોટી સંખ્યામાં શાળાએ ધસી ગયા હતા, પરંતુ લંપટ સંચાલક ફરાર થઈ ગયો હતો અને એવી વાત જાણવા મળે છે કે સંચાલકે ભૂલથી આ થયેલ છે. આવા કૃત્યો આચરનારાને સખત કાર્યવાહી કરી વિદ્યા મંદિર બંધ કરવા માંગણી ઉઠી છે.

(10:33 am IST)