Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉનનાં કારણે શનિદેવ જયંતિએ હાથલા મંદિર બંધઃ રાત્રીના ૧૨ વાગ્યાથી જ પૂજારી દ્વારા પૂજન-અર્ચન-મંત્રોચ્ચાર

રાજકોટ,તા.૨૨: પોરબંદર થી માત્ર ૩૦ કિલોમીટર દૂર આવેલઙ્ગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામે ભગવાન શનિદેવનુ પ્રાચીન મંદિર છે. આ સ્થળ ભગવાન શનિદેવનુ જન્મ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ પર હજારો ભકતો શનિવાર સહિત રજાના દિવસોમાં દર્શનાર્થે ઉમટી પડે છે. આજે શનિ જયંતિના છે ત્યારે લોક ડાઉન અને કેન્દ્ર તથા રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ ધાર્મિક મેળાવડાને મનાઈ હોવાથી શનિદેવના મંદિરે કોઈપણ જાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નથી.

શનિ જયંતિ નિમિત્ત્।ે પણ પ્રશાસન દ્વારા કોઈ કાર્યક્રમ કરવાની અનુમતિ અપાઈ નથી. આથી સર્વે હરિભકતો સરકારની ગાઈડ લાઈન મુજબ શનિદેવની જન્મ જયંતીના દિવસે ઘરે રહીને જ શનિદેવની આરાધના કરે તેવી અપીલ પણ મંદિરના ગુજરાતી દ્વારા કરવામાં આવી છે. દર વર્ષે શનિ જયંતિના દિવસે શનિધામ આટલામાં ભકતોનું ઘોડાપૂર ઊમટે છે અને માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના અનેક સોની ભકતો શનિદેવના દર્શન, પૂજન અને અર્ચન કરી ધન્ય બને છે. ભકતોની બે કિલોમીટર લાંબી કતારો જોવા મળે છે પરંતુ લોક ડાઉન અનુસંધાને શનિ ભકતોને મંદિરે નહીં આવવા અપીલ કરવામાં આવી હોવાથી ઈતિહાસમાં પ્રથમ વખત હાથલા માં શનિ જન્મ જયંતીની ઉજવણી થઇ નથી.

શનિદેવની જન્મ જયંતીના દિવસે તેમની આરાધનાનું ખુબ જ મહાત્મય રહેલ છે. સાંજના સાંજના સમયે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી શનિદેવની આરાધના શની ચાલીસા શનિદેવના મંત્ર કરવાથી પુણ્ય ફળ મળે છે.

'ઁ શં શનેશ્વરાય નમઃ' જાપ કરવા ઉપરાંત સમય પીપળા દેવ પાસે સરસવનો દીવો કરી 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' ના મંત્ર સાથે નવ પ્રદિક્ષણા કરવાથી પણ પુણ્ય ફળ મળે છે. જે લોકોને પનોતી ચાલતી હોય તે લોકો આંધળા, અપંગ, વૃદ્ઘો, બાળકો વગેરેને આ દિવસે દાન કરે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં વડીલો અને ખાસ માતા-પિતાની સેવા કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે. શનિ જયંતિ તેમજ શનિવારેઙ્ગ શ્વાન ને બિસ્કીટ, ગાયોને દ્યાસચારો અને પક્ષીઓને ચણ નાખવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ રીતે સાંઈ ભકતો પોતાના ઘરે રહીને પણ શનિ ઉપાસના કરી હતી.

લોકડાઉનના કારણે શનિ જયંતિએ હાથલા મંદિર બંધ  રહ્યું છે.રાત્રે ૧૨ વાગ્યાથી જ પુજારી દ્વારા શનિદેવની પૂજા અર્ચના તથા મંત્રોચ્ચાર કરાયા હતા.

(3:42 pm IST)