Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધોરાજીના જુના તોરણીયાના માર્ગ પાસેથી દિપડો પકડાયો

ધોરાજી તા.રરઃ ધોરાજી વિસ્તારમાં દિપડો પરીવાર સાથે આવી ચડતા ખેડુતોમાં ભયની લાગણી ફેલા છે અને છેલ્લા ઘણા દિવસોથી ધોરાજીના જુના તોરણીયાના માર્ગ વિસ્તારમાં ૧ દિપડો ૧ દિપડી અને બેબચ્ચા સાથે ધામા નાખતા ખેડુતોમાં ભય ફેલાયો હતો.

આ અંગે નિલેશભાઇ પટેલ સહીતનાઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા ૧ દિપડી પકડાયેલ અને બાદમાં ફરી પાંજરૂ મુકતા ગઇકાલે દિપડાનું બચ્ચુ પાંજરે પૂરાયું હતું જે એક વર્ષનું છે અને તે દિપડો છે.

આ બચ્ચાને આજે તેના કુદરતી રહેઠાણ જંગલ વિસ્તારમાં છોડી મુકાશે અને હજુ ૧ દિપડો અને એક બચ્ચાને પકડવાના છે.

(11:40 am IST)