Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર જામનગર માટે એસટી બસનો પ્રારંભ

મોરબી,તા.૨૨: મોરબી જિલ્લામાં એસટી સેવા શરૂ કરવામાં આવી છે જોકે શરૂઆતમાં માત્ર મોરબી જીલ્લાની અંદર જ એસટી બસ દોડવામાં આવી રહી હતી જો કે આજથી આંતરજિલ્લા એસટી પરિવહન શરૂ આવેલ છે.

મોરબીથી રાજકોટ ,સુરેન્દ્રનગર, જામનગર રૂટ પર એસટી બસો ચાલુ કરવામાં આવી છે.જેમાં મોરબીથી સુરેન્દ્રનગર ,મોરબી-જમનગર અને મોરબીથી રાજકોટ એસટી બસો શરૂ થશે.મોરબીથી સુરેન્દ્રનગર એક અને મોરબી-જામનગર સવારે અને બપોરે રૂટ શરૂ થશે.જયારે મોરબી રાજકોટ વચ્ચે ૧૦ બસો દોડાવામમાં આવશે.

મોરબી રાજકોટ વચ્ચે દૈનિક અપડાઉન કરવનાર મોટો વર્ગ હોય અને મોટાભાગના લોકો રાજકોટની બસો કયારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય હવે ૧૦ બસો દરરોજ દોડવાની હોવાથી મુસાફરોને ધણી રાહત મળી છે.

જયારે બુધવારથી મોરબીથી હળવદ,માળીયા, વાંકાનેર, ટંકારા એમ તાલુકા મથકોએ એસટી બસો ચાલુ કરવામાં આવી હતી. હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ ચાલુ કરાઈ નથી.તાલુકા મથકોએ એસટી બસ દોડે છે .એમા સૌથી વધુ હળવદની રૂટમાં થોડા વધુ મુસાફરો હોય છે.તો ડેપો મેનેજર શામડા સાથે વાત ચિત કરતા તેમને જણાવ્યું હતું કે શરૂઆત માં જીલ્લા અંદર જ બસો ચાલુ કરી હતી હવે રાજકોટ,સુરેન્દ્રનગર અને જામનગર માટે શરુ કરી છે અને તમામ બસ પોઈન્ટ પર મુસાફરોનું થર્મલ સ્કેનીગ કરવામાં આવી રહ્યું છે અને તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

(11:31 am IST)