Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કેશોદમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો

જુનાગઢ તા. રર : કેશોદમાં વરલી મટકાનો જુગાર રમડતા એક શખ્સ ઝડપાયો હતો. ર મોબાઇલ સહિત રૂ.ર૧૧૯૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેન્જ ડી.આઇ. જી. પી.મનિનદર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઇમ સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.જે. રામાણી, પો.હેડ.કોન્સ ગીરૂભા વાઘેલા, જે.પી.મેતા, પો.કોન્સ ભરતભાઇ આણંદભાઇ, પ્રવિણસિંહ મોરી તથા સાગરસિંહ પરમારએ રીતેનો સ્ટાફ જુનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે કેશોદ ખાતે કસ્તુરબા શેરી શાક માર્કેટ પાસે રજનીકાંત ઉર્ફે રાજુ નાનાલાલ દેવાણી પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકા નામનો જુગાર રમાડે છે જેથી આ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રજનીકાંત ઉર્ફે રાજુ નાનાલાલ દેવાણી રોકડ રકમ ૧૮,૬૯૦ તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.રપ૦૦ મળી કુલ રૂ. ર૧,૧૯૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ છે. અને ઇસમ વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા ક.૧ર (અ) મુજબની ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:26 am IST)