Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના એક સાથે ૫ કેસઃ મુળીના સગર્ભા મહિલા ઝપટેઃ કુલ કેસ ૧૭

સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ કેસઃ મુળી, લખતર, દાણાવાડા, ટીડાણા, ઇંગ્રોલી સહિતના વિસ્તારોમાં મહામારી ત્રાટકી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા.૨૨: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના સતત પોઝીટીવ કેસો વધી રહ્યા છે તે જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સતત વધતા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો એ તંત્રની ઊંઘ હરામ કરી નાંખી છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ જિલ્લામાં જે કોઈ લોકોના સંક્રમણના ભરડામાં છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મોટાભાગની અન્ય રાજય કે અન્ય શહેરની છે. આજે એક જ દિવસમાં ૫ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની દાળ મિલ સોસાયટી માં ૫૬ વર્ષના વૃદ્ઘ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમને સારવાર અર્થે બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ વૃદ્ઘની ટ્રાવેલ્સ વિશેની માહિતી મુંબઇ તરફની હોવાનું જાણવા મળ્યું છે..

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી દાણાવાળા ટીંડોળા ઇન્ગ્રોડી ગામમાં કોરોના વાયરસ એ પ્રવેશ મેળવ્યો છે અને અહીંના વીમા ભાઈ છોટાભાઈ ભટ્ટ (રહે- મુળી) સોનલબેન ઉમર વર્ષ ૨૬ ગામ દાણાવાળા હાલ પ્રેગ્નેન્સીની હાલતમાં તાલુકો મુળી ગિરિરાજ સિંહ જેઠવા ટીડાળા તાલુકો મુળી નાગર ખાન મલેક ઇન્ગ્રોડી તાલુકો લખતર એમ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીમાં ૩ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં એક મહિલાને અને લખતર તાલુકાના ઇન્ગ્રોડી ગામમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે...

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની દાળમિલ સોસાયટીમાં મહિલાનો પોઝિટિવ રિપોર્ટ ની ટ્રાવેલ માહિતી અમદાવાદ તરફની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયેલ જેમાં ૩ મુળી અને એક લખતર કોરોનાવાયરસ ના ૪ પોઝીટીવ કેસો ના દર્દીની ટ્રાવેલ્સ વિગત અમદાવાદ તરફ ની હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે..

વહીવટી તંત્રએ આપેલ  છૂટના કારણે કેસ વધ્યા

જિલ્લાની બજારોમાંના કારણે લોકોની ભારે સંખ્યામાં થી થઈ રહી છે ત્યારે કોરોના સંક્રમણનો ખતરો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતો જતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે એક સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૭ થી વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારની અમરદીપ સોસાયટી માં પણ કોરોનાવાયરસ એ પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ છૂટછાટ નાના જિલ્લામાં સતત લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે જેના કારણે કોરોના સંક્રમણ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની અરૂણ  સોસાયટીમાં ચુસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસ એ પ્રવેશ મેળવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં આવેલ અરુણ સોસાયટી ની ૫૬ વર્ષીય મહિલાને કોરોનાવાયરસ ના લક્ષણો દેખાતા બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડી ને આ મહિલાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી દાળમિલ રોડ ઉપર અરુણ સોસાયટી માં મહિલા રહેતા હતા.

અને મુંબઈથી આવ્યા હતા ત્યારે આ સોસાયટીમાં પ્રથમ કોરોનાવાયરસ નો કેસ નોંધાતા સોસાયટી હાલ બંધ કરવામાં આવી છે અને આ મહિલા જે લોકોના સંપર્કમાં આવ્યા છે.તેમના પણ ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો corentin પણ અમુક લોકોને કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અને હાલમાં સોસાયટી તદ્દન રીતે પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરવામાં આવી છે.

લખતર તાલુકાના નગરખાન મલેક માલેગાંવ મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યકિતને કોરોના પોઝીટીવ લખતર તાલુકાનો પ્રથમકેસ લખતરનું સરકારી તંત્ર સક્રિય થાય નહિ તો કોરોના પોઝીટીવ કેસનો રાફડો ફાટશે. તેવી હાલમાં શંકા વ્યકત કરવામાં આવી છે. ત્યારે હાલમાં લખતરમાં આ એક કેસ નોધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:46 am IST)