Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગાંધીધામના બંગ્લૉમાં ચાલતી જુગારક્લબ ઝડપાઈઃ 19.73 લાખના મુદામાલ સાથે 11 શકુનિઓ પકડાયા

ધાણી પાસાની જુગાર ક્લબ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો

ગાંધીધામઃ ગાંધીધામના વૉર્ડ 7-સીના પ્લોટ નંબર 133માં આવેલા એક બંગ્લૉમાં ચાલતી ધાણી પાસાની જુગાર ક્લબ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો છે. આ બંગ્લૉમાં રહેતો નવીન બાબુલાલ ઠક્કર બહારથી જુગારીઓને ઘરે બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. બાતમીના આધારે એલસીબીએ ત્રાટકીને જુગટું રમી રહેલાં 11 ખેલીને દબોચી લીધાં હતા.

આરોપીઓ પાસેથી 3.41 લાખની રોકડ, 15.75 લાખની કિંમતના વિવિધ 5 વાહન અને 57 હજારના 12 મોબાઈલ ફોન મળી કુલ 19.73 લાખની ચીજવસ્તુ મુદ્દામાલ તરીકે પોલીસે કબ્જે કરી છે. પોલીસે પકડેલાં ખેલીઓમાં જુગારધામના સંચાલક નવીન બાબુલાલ ઠક્કર, વાસુદેવ કેવલરામ નાનપણી, હરાધન બુધરામ ભગત, કિશોર પોપટભાઈ સોલંકી, ભુરીભાઈ ધનુમલ હોથચંદાણી, અજયસિંહ હકુભા સોઢા, દિપક કરસન ડાંગર, લક્ષ્મણ રામભાઈ જાજણી, મયૂર ધીરજલાલ ઠક્કર, નટુભાઈ મુળજીભાઈ ઠક્કર અને રાજુ ઈશ્વરભાઈ રામજાણીનો સમાવેશ થાય છે.

(10:01 pm IST)