Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

યુપી જવા માટે મજુરો જૂનાગઢ આવ્યા ટ્રેન રદ થતા પોલીસે આશરો આપ્યો

સ્વામીનારાયણ મુખ્યમંદિરે રહેવા જમવાની સુવિધા કરાઇ

જૂનાગઢ,તા.૨૨: જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વાર્રાં જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે'એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ. જે અન્વેય માંગરોળની જૂનાગઢ આવેલ મજૂરોની ટ્રેન રદ થતા પોલીસે સ્વામીનારાયણ મંદિર રહેવા તથા સુવિધાની વ્યવસ્થા કરાઇ.

પ્રાપ્ત માહિતી મજુબ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ને તેઓની ડીવાયએસપી કચેરી ખાતે ૧૪ જેટલા મજૂરો આવીને એ પૈકી બે મજૂરો રામજીત યાદવ અને વિનોદ કુમાર (મો. ૦૯૬૯૬૯૧૬૬૯૮) એ રજૂઆત કરેલ કે, તેઓ બધા યુપી રાજયના બાંગા જિલ્લાના રગૌલી ગામના વતની છે અને માંગરોળ ખાતે દરિયામાં બોટમાં માચ્છીમારીની મજૂરી કરે છે. આવતીકાલ પોતાની બપોરે એક વાગ્યે યુપીની ટ્રેઈન છે. અમે સવારે પહોંચી ના શકીએ એટલે આજે સવારે નીકળી વહેલા આવેલા છીએ. અમે રેલવે સ્ટેશન ગયા હતા પરંતુ, અમો ત્યાં રાતવાસો કરી નહિ શકીએ. એવું જણાવી, રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી પણ બહાર કાઢી, અન્ય જગ્યાએ જવા રવાના કર્યા હતા. અમો સવારના નીકળ્યા હોઈ, અમો તમામ ભૂખ્યા છીએ તેમજ અમારે એક રાત રોકાવા માટે વ્યવસ્થા થાય એવી મદદ કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

મજૂરોની વાત અને વિનંતી ઉપરથી હાલના લોકડાઉનના સમયમાં જૂનાગઢ પોલીસ પરિસ્થિતિ પામી ગયેલ અને જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા મંગરોળથી આવેલ મજૂરો માટે જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના ઋષિ સ્વામી તથા જે.પી.સ્વામીનો સંપર્ક કરી, તેઓને રહેવા માટે તથા જમવા માટે વ્યવસ્થા કરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા પોલીસ વાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જોગાનુજોગ યુપી ની ટ્રેન રદ થતા, મજૂરોને યુપી જવાની ટ્રેન નક્કી થાય ત્યાં સુધી જૂનાગઢ એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર એચ.વી.ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ, સહિતની ટીમ દ્વારા તમામ મજૂરોને સ્વામિનારાયણ મંદિરમાં જ આશર્રોં આપવામાં આવેલ છે. આમ, માંગરોળ ખાતેથી યુપી જવા માટે જૂનાગઢ આવેલા અને જરૂરિયાતમંદ મજૂરોને જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારાઙ્ગ આશરો આપવા વ્યવસ્થા કરવામાં આવેલ હતી. .....ં

માંગરોળ મા મજૂરી કામ કરતા ૧૪ જેટલા મજૂરોની ટ્રેન રદ થતા, જુનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરી આપવામાં આવતા, તેનાથી પ્રભાવિત થઈ, જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યકત કરેલ અને જણાવેલ કે જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે રખડી પડયા હોત ...!!! તેવું જણાવી, ગુજરાત પોલીસની અલગ પ્રકારની સેવાથી આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ અદા કર્યાની બાબત જણાવી, સંતોષની લાગણી પણ વ્યકત કરવામાં આવેલ હતી.

(12:47 pm IST)