Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પોરબંદરની ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલમાં ૬ આઇસોલેશનઃ ૧૦૦ સેમી આઇસોલેશન બેડ સુવિધા શરૂ

પોરબંદર,તા.૮: નોવેલ કોરોના વાઇરસ અંતર્ગત જિલ્લાની શ્રી મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલને તેમના ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ તમામ સ્ટાફ સાથે એકસકયુઝિવ કોવિદ-૧૯ હોસ્પિટલ તરીકે કલેકટરશ્રી ડી.એન.મોદી દ્રારા નિયુકત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ૬ આઇસોલેશન બેડ તેમજ ૧૦૦ સેમી આઇસોલેશન બેડ તૈયાર કરયા છે. તેમજ દર્દીઓને દાખલ કરીને આપવાની થતી તબીબી સારવાર માટે જરૂરી ઇકવીપમેન્ટ અને કન્ઝયુમેબલ ઉપલબ્ધ કરાયેલ છે.

ઉપરાંત આ હોસ્પિટલ ખાતે સ્પેશ્યલ ફ્લુ ઓપીડી (ટ્રાયજ સેન્ટર) તળે શરદી-ખાંસીની સારવાર સવારના ૯ થી ૧૩ તથા સાંજના ૧૭ થી ૧૯ કલાક દરમ્યાન દર્દીઓને તપાસવામાં આવશે.  કોરોના વાઇરસ મહામારી સામે લડવા તથા રાજયના વાઇરસ સંક્રમીત દર્દીઓને સારવાર માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજયના ૨૯ જિલ્લાઓમાં ૧૦૦ આઇસોલેશન બેડ ધરાવતી હોસ્પિટલો નિર્માણ કરવાની સુચના બાદ પોરબંદર જિલ્લામાં પણ કોરોના વાઇરસનાં સંક્રમીત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આગોતરી તૈયારીના ભાગરૂપે રાજય સરકારની સુચનાનુસાર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ૧૦૦ સેમી આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

(12:00 pm IST)