Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મોરબીનો વાવડી રોડ ૮.૫૦ કરોડના ખર્ચે નવો બનશે ધારાસભ્ય બ્રિજેશ મૅરાજાના ના હસ્તે કરાયું ખાતમુર્હત

મોરબીનો વાવડી રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેના પુનઃ નિર્માણ માટે રાજ્ય સરકાર હસ્તકના રૂ ૮.૫૦ કરોડના સ્ટેટ માર્ગનો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જોબ નંબર મેળવીને રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યારે બિસ્માર વાવડી રોડ નવો બનશે તેવી આશાએ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે

ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા આજે વાવડી રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા,શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ સીરોહિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવડી રોડ રૂ ૮.૫૦ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે જે ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

(1:17 am IST)