Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કજુરડા નજીક છકડો પલ્ટી મારી જતા ચારને ઇજા

વ્હીલ ખાડામાં પડતા ચીપીયો તુટતાં બનાવ

ખંભાળીયા, તા., ૧૩: ભરાણા ગામે રહેતા સલેમાનભાઇ પોતાની રીક્ષા જી.જે. ૧૦ યુ ૪પ૯૭ નંબરની લઇ ખંભાળીયાથી ભરાણા જતા હતા ત્યારે પુરપાટ ઝડપે જતી રીક્ષાનું વ્હીલ ખાડામાં આવી જતા રીક્ષાનો ચીપીયો તુટી ગયો હતો અને પલ્ટી મારી ગઇ હતી. પલ્ટી મારતા રીક્ષામાં સવાર જેનુનબેન નુરમામદભાઇ (ઉ.વ.પ૦) રહીમા અબ્બાસભાઇ (ઉ.વ.૧૭) સલમાન તથા રીક્ષા ચાલક સહિત ચારને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સરીફાબેન કાસમભાઇ માણેક રહે.ભરાણા વાળાએ ઉપરોકત રીક્ષા ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(11:54 am IST)