Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભાણવડમાં પાણી ઢોળવા પ્રશ્ને ભાઇ-બહેન પર હૂમલો

ભાણવડ તા. ૧૩ :.. ભાણવડના રણજીતપરા વિકાસ રોડ, વેલનાથ પાનવાળી શેરીમાં રહેતાં દિલીપભાઇ પ્રભુદાસભાઇ કોટેચા (ઉ.૪૮) ના લોહાણા વેપારીએ ભાણવડ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, મારા ઘરમાંથી પાણી રોડ પર નિકળતું  હોવાથી વિપુલ જમનભાઇ રાઠોડે પાણી ઢોળવાની ના પાડતાં મેં જણાવેલ કે પાણી રોડની વચ્ચે જાય છે. આથી વિપુલ ઉશ્કેરાઇ જઇ ગાળો કાઢી ધોકા વડે માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ કરી હતી. આથી ઘરમાંથી મારા બેન પ્રવિણાબેન દોડી આવતા તેને પણ ધોકા વડે માર મારી ઇજાઓ કરી હતી. પોલીસે ફરીયાદ પરથી વિપુલ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ સાથે ઝબ્બે

ખંભાળીયા સીવીલ હોસ્પીટલ નજીક પોલીસે ઇગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસનાં નોંધાયેલી વિગત મુજબ ખંભાળીયા પોલીસ સ્ટાફ રીલાયન્સ ચોકડી નજીક પેટ્રોલીંગમાં હોય ત્યારે સંજયનગરમાં રહેતો વિશાલ સોમા પરીયા (ઉ.રર) વાળો ત્યાંથી પસાર થતાં તેને આંતરી તલાસી લેતાં કબ્જામાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧ કિ. રૂ. પ૦૦ ની મળી આવતાં શખ્સની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

(11:53 am IST)