Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તાલાળા પંથકનો શખ્સ બંદુક સાથે ઝડપાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ, તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથીયાર પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા કરેલ સુચના આધારે ગીર સોમનાથી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી આદેશ મુજબ એસ.ઓ.જી.પો.ઇન્સ.એસ.એલ.વસાવા તથા પો.સ.ઇ. વી.આર.સોનારા તથા એ.અસ.આઇ. એલ.ડી.મેતા તથા પો.હેડ.કોન્સ સુભાષભાઇ પી.ચાવડા, નરેન્દ્ર વી.કછોટ, ગોવિંદભાઇ બી.વંશ, ઇબ્રાહીમશા બી. બાનવા, તથા પો.કોન્સ. અભેસંગ ભવાનભાઇ ચૌહાણ, ભુરાભાઇ બાબુભાઇ બાબરીયા તથા ડ્રા.એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા વિગેરે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન નરેન્દ્ર કછોટ તથા સુભાષભાઇ ચાવડાને મળેલ સંયુકત બાતમી આધારે કાળુભાઇ જુમાભાઇ લાખા ડફેર ઉ.વ.૩૫, ધંધો. મજુરી, રહે.પાણીકોઠા ગામ તા.તાલાળા પાણીકોઠાથી પ્રાંચી જતા રોડ ઉપર આવેલ મોરી ફાર્મ હાઉસ સામે જંગલમાંથી દેશી જામગરી બંદૂક કિ.રૂ.૧૦૦૦/ની સાથે પકડી પાડી તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજી.કરાવેલ.

(11:37 am IST)