Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરેન્દ્રનગરના ખાખરાથાળની પ્રાથમિક શાળાના શિક્ષિકને એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં ચુકાદોઃ ૮૦ હજાર વળતર ચુકવવા હુકમ

રાજકોટ,તા.૨: ખાખરાથાળ પ્રાથમિક શાળાના શિક્ષકોને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અદાલતે ફરમાવી હતી. તેમજ આ કેસમાં વારંવાર મુદતે આરોપી ગેરહાજર રહેતાં ધરપકડ થયે એક માસમાં રૂ. ૮૦,૦૦૦/- વળતર ચુકવવાનો આદેશ પણ કોર્ટ કર્યો હતો.

આ કેસમાં વિગત એવી છે કે, રાજકોટ ઘનશ્યામભાઇ બાલુભાઇ ડોડીયા ફરીયાદીએ તેમની સાથે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં આરોપી મલેક સરફરાજમીયા યાસીનમીયા, ઠે.મુ.ખાખરાથળ પ્રાથમિક શાળા, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર, રહે. મલેકવાળા વિસ્તાર, મુ બાયડ, તા. બાયડ જી. અરવલ્લી વાળાએ સાથે શિક્ષક તરીકે નોકરી કરતા હોવાના નાતે ફરીયાદી ૮૦,૦૦૦/- હાથઉછીના લીધેલા અને તે રકમની ફરીયાદીએ ઉઘરાણી કરતા આરોપી મલેક સરફરાજમીયા યાસીનામીયાએ રૂ.૩૦,૦૦૦/- તથા ૫૦,૦૦૦/- તેમ કુલ મળી રૂ. ૮૦,૦૦૦/- ના બે ચેકો તેમની એચડીએફસી બેન્ક લી., થાનગઢ શાખાના ફરીયાદીને આપેલા.

બન્ને ચેકો ફરીયાદીએ વસુલાત માટે રજુ કરતાં અપુરતા ભંડોળના કારણે બન્ને ચેકો પરત ફરેલા જેથી ફરિયાદીએ તેમના વકીલશ્રી મારફતે રજી. એડી. આરોપીને નોટીસ મોકલાવેલ તેમ છતાં પણ રકમ ન ચુકવવાં ફરીયાદીએ રાજકોટ એડી. ચીફ જ્યુડી મેજી. કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. ત્યારબાદ સમગ્ર કેસ ચાલી જતાં આરોપી મલેક સરફરાજમીયા યાસીનમીયાને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ અને આરોપી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીની ધરપકડ થયેલી એક માસમાં વળતરની રકમ રૂ.૮૦,૦૦૦/- ફરીયાદીને ચુકવી આપવા તેવો આદેશ ફરમાવેલ છે. જો વળતરની રકમ ચુકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી ઘનશ્યામભાઇ બાલુભાઇ ડોડીયા વતી રાજકોટ એડવોકેટ શ્રી રાજેશ કે. દલ, નિલેશ આર.શેડ તથા શ્યામલ રાઠોડ રોકાયેલા હતા.

(3:19 pm IST)