Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દેવભુમિ દ્વારકા જીલ્લાનાં ૧૦૦૦ જેટલા શિક્ષકોનાં ધરણા-આવેદન

 ખંભાળીયા તા. ર :.. રાજય શિક્ષક મહાસંઘના નેજા હેઠળ શનિવારના રોજ પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક દિવસીય ધરણા કરી પડતર માગણીઓ મુદે તાલુકા શક્ષાએ આવેદન પાઠવવામૉ આવ્યા હતાં. જે અનુસંધાને દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર, અને દ્વારકા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા આશરે એક હજારથી વધુ શિક્ષકો ધરણાં પર બેસી દેખાવો કર્યા હતાં. રાજય શિક્ષક સંઘની સરકાર સામેની છેલ્લા કેટલાક સમયથી માગણીઓ ચાલી રહી છે.

છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી અને સાતમાં પગાર પંચની સંપૂણ પણે અમલવારી કરવી, નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના ચાલુ રાખવી, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪ર૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા તેમજ બોન્ડ પાત્ર શિક્ષકોની બોન્ડની સમય મર્યાદામાં ઘટાડો થતા સહિતના પ્રશ્નો વણ ઉકેલાયેલા હોવાથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે આવતાં દિવસોમાં જિલ્લા, રાજય અને દિલ્હી સુધી લઇ જવા માટેની હિલચાલ ચાલી રહી છે.

એક દિવસીય ધરણામાં ભાણવડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઇ  કરમુર, મંત્રી દિનેશભાઇ, ઉપપ્રમુખ વિજયસિંહ વાળા, કિશોરભાઇ મકવાણા, રાજેન્દ્રસિંહ ડોડીયા, લતાબેન કણસાગરા સહિત ર૦૦ થી વધુ શિક્ષકો જોડાયા હતાં. જયારે ખંભાળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામભાઇ ખુંટી, મહામંત્રી કિશોરભાઇ રામવાતની આગેવાની હેઠળ ૩૦૦ જેટલા શિક્ષકો જોડાયા હતાં. કલ્યાણપુર-દ્વારકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં પણ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતાં.

(1:01 pm IST)